SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચકીની કથા [ ૧૧ ] વરથનુએ તે લેખ છે અને તેમાં લખેશ્રી ગાથા વાંચી. “અતિતીવ્ર કામદેવના ઉમાદ કરાવનાર એવા રૂપવાળી હું છે કે સંગમાં આવનાર લોકવડે પ્રાર્થના પામું છું, તે પણ આ રત્નાવતી આપના તરફ ઘણી જ દઢપણે માણવાવાળી છે.” વરધનું આ લેખ વાંચી ચિંતાવાળો થશે કે, “આ લેખનો પશ્માથે કેવી રીતે ઉકેલ?” બીજા દિવસે એક પત્રિાજિકા આવી. (૮૪) ( ગં૦ ૨૦૦૦). કુમારના મસ્તક ઉપર અક્ષતે વધાવીને કહેવા લાગી કે- હે કુમાર ! હજાર વર્ષનું આયુષ્ય ભોગવનાર થા.” ત્યારપછી એકાંતમાં વરધનુને લઈ જઈને કંઈક ગુપ્ત મંત્રણા કરી જલદી ચાલી ગઈ. ત્યારપછી કુમાર વરધનુને પૂછયું કે, “પેલી શું કહી ગઈ?” કંઈક હાસ્ય કરતા વદનવાળે વધતુ કહેવા લાગ્યા કે, “પરિત્રાજિકા પેલા લેખને પ્રત્યુત્તર માગે છે.” મેં પૂછયું કે, “આ લેખ બ્રહ્મદત્તના નામને જણાય છે, તે કહે કે, આ બ્રહ્મદત કેણ છે?” ત્યારે તેણે મને કહ્યું કે, “હે સૌમ્ય! સાંભળ. આ વાત તારે કોઈને ન કહેવી. આ જ નગરમાં રત્નવતી નામની એક શેઠ પુત્રી છે, જે બાલ્યકાળથી મારા પર અતિશય સ્નેહ-વિશ્વાસ રાખનારી છે. તે ત્રણે જગતમાં જય મેળવનાર કામદેવ- ભિની પોતાના હસ્તની ભલી સખી યૌવનવય પામી છે. એક દિવસે ડાબી હથેળીમાં મુખકમળ સ્થાપન કરીને ઉદ્વેગ મનવાળી કંઈક ચિંતા કરતી મે દેખી. એકાંતમાં જઈને મેં સમજાવી કે – “હે પુત્રી! તું આજે ચિંતાસાગરની લહરીમાં તણાતી હોય તેવી કેમ દેખાય છે?” તેણે મને કહ્યું, “હે ભગવતી માતા ! એવી કોઈ ગુપ્ત હકીકત નથી કે, જે તમારી આગળ ન કહેવાય, માટે એકાગ્ર ચિત્તથી સાંભળ.” જે વખતે કુકડાનું યુદ્ધ ચાલતું હતું અને મોટા ભાઈ બુદ્ધિલની સાથે હું ત્યાં ગઈ હતી, ત્યારે કોઈ કુમાર ત્યાં હતો. ત્યારે મને એમ થયું કે, “કામદેવ જાતે જ અહિં આવ્યા છે કે શું?” આ દાસીએ જાણ્યું કે, “આ તો પંચાલ દેશના રાજાને બ્રહ્મદત્ત નામને પુત્ર છે. ત્યારથી માંડી મારું હૃદય સુઈ જાઉં તે પણ તેને ભૂલી શકતું નથી. જે મને આ પતિ ન મળે તો મારે મરણનું શરણું છે.” ફરી મેં એને ધીરજ આપતાં કહ્યું કે – “હે વસે! ઉતાવળી ન થા, હું તેવો ઉદ્યમ કરીશ, જેથી તારે ચિંતવે મને રથ પૂર્ણ થશે.” આમ કહ્યું એટલે સ્વસ્થ શરીરવાળી થઈ. તેના હૃદયને આશ્વાસન આપવા માટે મેં તેને કહ્યું કે, “ગઈ કાલે મેં નગરીમાં તે કુમારને જે હતે.” આ સાંભળીને હર્ષ પૂર્ણ હદયવાળી એમ બોલવા લાગી કે, “હે ભગવતી ! તમારે પ્રભાથી સર્વ સુંદર કાર્ય થશે.” પછી મેં તેને કહ્યું કે, “તેના વિશ્વાસ માટે બુદ્ધિને બાનાથી હારરત્ન અને તેની સાથે બાંધેલ એક લેખપત્ર મોકલી આપ.” (૩૦૦) આ પ્રમાણે દાભડાની અંદર લેખ સહિત હાર ગ્રહણ કરાવીને એક પુરુષના હાથમાં આપીને તેના વચનથી તે મેં જ મકવેલ હતું. આ લેખનો વૃત્તાન્ત તેણે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy