SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભારત-બાહુબલીની કથા [ ૭૩ ] સ્થિરતાથી કાઉસગ્ન કરતા તપસ્વી મુનિ મનથી પણ પોતાના ધ્યાનથી ચલાયમાન થતા નથી. પિતાનું હૃદય કઠણ કરીને એક જ મા -કેવલજ્ઞાન પ્રગટ કરવાની જ માત્ર રાહ જોઈ રહેલ છે. (૧૦૩) ચોમાસાના સમયમાં એકધારો સખત વરસાદ પડે છે, નવીન વિજળી ઝબુક ઝબુક ઝળકયા કરે છે, ધીર-ગંભીર શબદથી મેઘને ગડગડાટ શબ્દ ગાજે છે. મુનિના આખા શરીર ઉપર ઘાસ અને વેલડી-વૃક્ષના પહેલા એવા વીંટળાઈ વળેલા છે કે, મુનિનું શરીર જાણી શકાતું નથી. સ૫, ગોથાં વગેરે તેના શરીર પર ફરે છે, ઘણા પક્ષીઓએ તેમાં માળા બનાવ્યા છે, તે પણ બાહુબલી મુનિ મનમાં ચલાયમાન થયા. વગર શુભ સ્થાનમાં રહેલા છે, કેઈથી ભય કે પીડા પામતા નથી. (૧૦) ઋષભદેવ ભગવંતે જાણ્યું કે, “હવે સમય પાકી ગયો છે, તો પોતાની ઉત્તમ બ્રાહી, સુંદરી નામની ચાવી પુત્રીઓને ત્યાં મોકલાવે છે. વનખંડની સુંદરી સરખી. તે અને અટવીમાં પહોંચી. ભાઈને વનમાં થતાં શેષતાં ઘણા સમય થયો. ગુણેમાં અતિ મોટા એવા બાહુબલી ઘાસ, વેલડીથી ઢંકાઈ ગએલા એવા તે મુનિને કઈ પ્રકારે દેખ્યા. (૧૦૫) * કોઈ પ્રકારે બંને બહેનોને વંદન કરી કહ્યું કે, “હે મેટા આઈ ! ભગવતે. કહેવાયું છે કે, “ હાથી પર ચડેલાને કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. ત્યાર બાહુબલી, વિચારવા લાગ્યા કે, “અહિ હાથી કયાં છે? ભગવંત કદાપિ ફેરફાર કહેવરાવે નહિં, હાં હાં! જાણ્યું કે આ મારી સ્વછંદ દુર્મતિ કે એક વરસ સુધી તીવ્ર તપસ્યા. તએ, તે જ માનરૂપી હાથી પર હું ચડે છું.” (૧૬) આ છે એ અહંકાર કર્યો, જે કે મારા ભાઈએ વયથી નાના છે તે પણ તેઓ મોટા થી મોટા છે. લાંબા કાળના દીક્ષા પર્યાયવાળા, ક્ષમા વગેરે સમથ. પતિના ગુણવાળા, કેવલજ્ઞાનથી વિશિષ્ટ છે. ભગવંતે મને સુંદર શિખામણ આપી. હવે હું ગુણેના ભંડાર એવા તેમને વાંદીશ, એમ વિચારી જે પગ ઉપાડે, તે જ ક્ષણે ઉત્તમ કેવલજ્ઞાન પામ્યા. (૧૦૭) તે થાણે આકાશમાં ઘણા દેવતાઓ એકઠા થઈને દુંદુભી વગાડવા લાગ્યા, મધુર સુગંધી પુષ્પ અને જળની વૃદ્ધિ વરસાવી, મોટા હર્ષ-મૂહથી ભરેલા અનેક દેવતામાની સાથે નવા કેવલી ચાલવા લાગ્યા, સમવસરણમાં પહોંચી તે મુનિએ ભગવંતને કિ પ્રદક્ષિણા આપી, કેવલીની પર્ષદામાં જઈ, આસનબંધ-બેઠક લીધી. (૧૦૮) બાહુબલિને હું અહિં જ જ્ઞાન ઉત્પન્ન કરીને પ્રભુ પાસે જઈશ એવી પિતાની કહપનાથી કાત્યાગ કરીને કહેશ પામ્યા છતાં જ્ઞાન કેમ ન પ્રગટ થયું ? તેનું સમાધાન કહે છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy