SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ક, રાજ્ય અને રાષ્ટ્રનું હવે મારે શું કામ છે ? પિતાની વા સરખી પાંચ મુષ્ટિથી કેશ ઉખેડી નાખ્યા. મસ્તકે સ્વયં ચ કર્યો, તે સમયે શાસનદેવીએ અસંગ થએલા બાહુબલી મુનિને સાધુવેષ આપ્યા. ત્યારપછી ભારતની સર્વ રાણીઓ ત્યાં આવી અને નવા મુનિને ભરત ચક્રવર્તી કહેવા લાગ્યા. (૭) હે મુનિવર ! તમે તે કુસક્રમ આ રીતે નિવાહ કર્યો અને સર્વનો ત્યાગ કર્યો. વિધિતત્પર પુરુષે તમારી આગળ કયા ગર્વનું નાટક કરી શકે? પોતાના વંશ પર બીજે કેણ (વાઈ) કળશ ચડાવે ? ભગવંતની જેમ ત્રિભુવનરૂપી ઉજજવલ ગૃહને પોતાના ઉજજવલ યશવાદથી પ્રકાશિત કર્યો. આ પ્રમાણે હતુતિ કરનાર ચક્રવર્તી ભરત સ્તુતિપાઠક-વિતાલિક માફક શોભવા લાગ્યા. (૯૮). હવે મહા બાહુબલી મુનિ અતિશય વિચારવા લાગ્યા કે, “પરમેશ્વર પિતાજી પાસે હું જાઉં, પરંતુ કેવલજ્ઞાન વગરને કેવી રીતે ત્યાં જાઉં? મારા નાના ભાઈએ તે કેવલજ્ઞાની હોવાથી હું તેમની પાસે દીન લાગું અને લજજા પામું, તો હવે અહિં હું જલદી કેવલજ્ઞાન ઉત્પન્ન કરું, ત્યાર પછી પરમેશ્વર સન્મુખ જવા માટે હું પ્રસ્થાન કરીશ. (૯) આ પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને, બંને હાથ લંબાવીને નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થાપન કરીને અડોલ ચિત્તવાળા, નિમલ મનવાળા, સ્તંભ માફક શોભન કાઉસગધ્યાનમાં ઉભા રહ્યા. આહાર-પાણી વગરના અત્યંત સ્થિર મુનિવર એક વરસ સુધી તે પ્રમાણે રહીને મોક્ષપદ પામવાને માટે તૈયાર થયેલા તે એકાગ્રતાથી શુભ ધ્યાન કરતા હતા. (૧૦૦) શરીરમાં પુરુષાર્થ છે, હદયમાં ઉત્સાહ છે, જે કારણે ચક્રવર્તીને પણ જિલ્લા, આ એક આશ્ચર્ય બનાવ્યું, જે તું અહિં પગ ઉંચે કરે, તો નક્કી કેવળજ્ઞાન આવે, તો બીજું આશ્ચર્ય થાય. જે કંઈ પણ પ્રત્યક્ષ દેખાય, તેને માટે સહુ કોઈ પ્રયત્ન આરંભે છે, જે હું કેવલજ્ઞાની થાઉ તે તે અપૂર્વ આરંભ-પ્રયત્ન ગણાય. (૧૦૧) હેમંત ઋતુમાં દુસહ શીતળ ઠંડી પડે છે, હિમ પડવાથી કમલવને બળી જાય છે, નિભંગી દરિદ્ર લોકોને કકડતી ઠંડી વાગતી હોવાથી દંતવીણા વગાડે છે, અર્થાત દાંત કકડાવે છે, રાત્રિ લાંબી હોય છે, તેમાં મુનિનાં સંવાડાં સર્વાગે ખડાં થઈ જાય છે, નજીકમાં ફરતાં શિયાળાના પ્રગટ ફેકારવ શબ્દ સંભળાય છે, તે બાહુબલિ મુનિ શુકલધ્યાન થાતા થાતા શિયાળાની ઠંડી સમભાવથી સહન કરતા હતા. (૧૨) ગ્રીષ્મ ઋતુને આરંભ થયે, તેમાં વૃક્ષો નષ્ટ થવા લાગ્યા, મૃગજળ દેખાવા લાગ્યાં, માગે તપવા લાગ્યા, સૂર્યને આકરો તાપ પડવા લાગ્યા, ગરમ લુનો પવન વાવા લાગ્યો, જંગલના જે અતિ તૃષા-વેદના સહન કરે છે, તે પણ આ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy