SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ઉદેશ આજે અમે લેખનકળાના વિષયમાં કાંઇક લખવાનો નિરધાર કર્યો છે તેનો મુખ્ય ઉદેશ એ છે કે આજે સૈકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતને પોતાના પુનસ્થાનનો આરંભ કર્યો છે. એ આરંભ કઈ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનસ્થાન રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઈ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને જીવંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્ન ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુદ્રણયુગને લીધે અદશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેનાં સાધનો અને કલાધર લેખકે” એ સૌને પુનરુદ્ધાર કરવાને પણ એક જમાને આવવાને છે એમાં જરા પણ શંકા નથી. તે સમયે આવી નિબંધરૂપે સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી નો કાર્યસાધક બને એ મુખ્ય ઉદેશને ધ્યાનમાં રાખીને અમે “લેખનકળા’ના સંબંધમાં કાંઈક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ જૈન શ્રમણ સંસ્કૃતિ, બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંરકૃતિઓએ આર્ય પ્રજાના આંતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિઓએ સંયુક્ત પ્રયત્ન કરેલા હોવા છતાં જૈન શ્રમણસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકાસ અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતે પ્રસ્તુત નિબંધ છે એનું નામ અમે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” એવું આપ્યું છે. ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં “જન લેખનકળાના સંબંધમાં કાંઈક લખવા પહેલાં “ભારતીય લિપિ અને લેખનકળા’ની ઉત્પત્તિના વિષયમાં થોડું લખવું યોગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ-વર્ણમાલા કયારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોના અનેક મતિ હોવા છતાં રાયબહાદુર શ્રીયુત ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પિતાના ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમાં એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હાઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. એની ઉત્પત્તિ કયારે અને શામાંથી થઈ એ કહેવું શક્ય નથી, તેમ છતાં ચાલુ એતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણે ઉપર આધાર રાખતી હોઈ, ઉપલબ્ધ થતાં પ્રમાણોને ૨ આ વિભાગ લગભગ અક્ષરશ: મારતીઝ ગાર્જીન નિશ્રામાંથી ફકરાઓ લઈને જ લખવામાં આવ્યો છે. જે ભારતીય પ્રાચીન-અર્વાચીન લિપિ, તેની ઉત્પત્તિ, આદિને વિસ્તૃત અને વિશિષ્ટ પશ્ચિય તેમ જ અયાસ કરવા ઈચ્છતા હોય તેમણે ભા૦ પ્રા૦ લિ પુરતક જ હોવું જોઇએ.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy