SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જૈન ચિત્રકલ્પદ્રુમ તે જમાનાના સમર્થ ધર્મપ્રચારક જૈન શ્રમણના સાર્વત્રિક પ્રયત્નને અંતે તેની જનસંખ્યા ચાર કરોડ સુધી પહોંચી હશે એમાં આશ્ચર્ય કે અતિશયોક્તિ જેવું કશું જ નથી. કેવળ ત્યાગમાર્ગ ઉપર પિતાની સંસ્કૃતિની ઈમારત ખડી કરનાર જૈન સંસ્કૃતિની આટલી વિશાળ જનસંખ્યા, એ ખરે જ આપણને એના પ્રભાવશાળી ધર્મપ્રણેતાઓ અને એના પ્રચારકોના નિર્મળ આંતરત્યાગ તથા તપની ઝાંખી કરાવે છે. પરંતુ સમયના વહેવા સાથે જનતાના માનસમાંથી ઉપર જણાવેલાં આંતરત્યાગ અને તપનાં માન ઓછાં થવા ઉપરાંત દાર્શનિક, ધાર્મિક અને સામાજિક સ્પર્ધા તેમ જ સંધર્ષણ વધી પડતાં, જૈન સંસ્કૃતિને પિતાની અમિતા તથા ગૌરવને કાયમી ટકાવી રાખવા માટે પોતાનું દષ્ટિબિંદુ બદલવું પડયું અને ત્યાગમાની ઉપાસના સાથે વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરે જુદાં જુદાં આશ્રય લેવો પડશે. એ આશ્રય લીધા પછી જૈન સંસ્કૃતિએ અતિ ટૂંક સમયમાં તેના પ્રત્યેક અંગમાં કેવી કેટલી અને કઈ રીતે પ્રગતિ સાધી એને લગતી ધ કે વર્ણન ન આપતાં, અહીં માત્ર સાધારણ જેવી જણાતી લેખનકળા'ના વિષયમાં જ કાંઈક લખવાનો અમે વિચાર રાખે છે: જે ઉપરથી સહેજે ખ્યાલ આવી શકશે કે એક મામૂલી જેવી લાગતી લેખનકળાના વિષયમાં પણ જૈન શ્રમણસંસ્કૃતિએ આટલો ઊંડે અને ઝીણવટભર્યો વિકાસ સાધ્યો છે તો એ સંસ્કૃતિએ ઇતર મહત્ત્વનાં વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિનાં ક્ષેત્રોમાં કેટલે પ્રચુર અને આશ્ચર્યજનક વિકાસ સાધ્ય હશે જે ક્ષેત્રો આજ સુધી બહુ જ ઓછ ખેડાયાં છે અને જે ખેડાયાં છે તેમાં તેને વાસ્તવિક ન્યાય મળે જ નથી, જેની સાબિતી પ્રસ્તુત ગ્રંથ પૂરી પાડશે. કર્તીત્વ કપના કિચયત્ર ચત્ર શનવનરાત્રિાળ સંમિત તત્ર તત્ર વિશ્વના વિભાગ ૩ પત્ર ૯૧૫. અર્થાત–“આર્યક્ષેત્રની બહાર વિહાર કરવામાં સંયમધર્મને હાનિ પહોંચે છે માટે બહાર ન જવું. આ નિયમ ભગવાન વર્ધમાનવમિના જમાનાને લક્ષી છે. સંપ્રતિરાજના જમાનાથી આર્થિક્ષેત્રની બહાર જ્યાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે ત્યાં વિહરી શકાય છે.” --એમ જણાવી સંપ્રતિરાજનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં જણાવ્યું છે કે “અવનીપતિ રાજ સંમતિએ પોતાના સીમાડાના રાજાઓને લાવી તેમના દ્વારા તેમજ પિતાના વિશ્વાસપાત્ર ધર્મપ્રિય સેવકો દ્વારા દેશવિદેશમાં ન ધર્મને પ્રચાર કર્યો જેને પ્રતાપે જન સાપુઓકોઈપણ જાતની હરકતસિવાય વૈદ પ્રધાન આંધ અને દ્રવિડ જેવા દૂર દેશમાં ફરી શકયા અને જૈન ધર્મને વિશેષ પ્રચાર કરી શક્યા.” सो रायाऽवंतिवती, समणाणं सायतो सुविहियाग । पच्चंतियरायाणो, सव्वे सहाविया तेणं ।। ३२८३ ।। कहिओ य तेसि धम्मो, वित्थरतो गाहिता य सम्मतं । अप्पाहिता य बहुसो, समणाणं भद्दगा होह ।। ३२८४ ।। वीसज्जिया य तेणं, गमणं घोसावणं सरज्जेसु । साहुण सुहविहारा, जाता पच्चंतिया देसा ॥ ३२८७॥ समणभडभाविएसं, तेसू रज्जेसु एसणादीसु । साह सुहं विहरिया, तेणं चिय भगा ते उ ।। ३२८८ ॥ उदिष्णजोहाउलसिद्धसेणो, स पत्थिवो णिज्जियसत्तुसेणो । समततो साहुसुहप्पयारे, अकासि अंधे दमिले य घोरे ।। ३२८९ ।। મુદ્રિત વિભાગ ૩ પત્ર કલ૯-૨૦૨૧
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy