________________
संक्षिप्त भावार्थ
૧૧
અહીં લાવ્યા છે, તો હું કેમ રહી શકું?' એમ લેશમાત્ર પણ મનમાં લાવીશ નહીં. અહીંનો સમગ્ર વર્ગ તારી સેવામાં હાજર જ છે. તારી જે જે અભિલાષાઓ હશે તે તમામ પરિપૂર્ણ થશે.”
પછી પાસે બેઠેલા સુપુત્ર હરિવાહનને જણાવ્યું: ‘વત્સ ! હજી સુધી તારા સરખો કે તારાથી અધિક ગુણવાળો આપણા કુટુંબમાં કોઈ પણ નરરત થયો જોવાતો નથી, આજે સદ્ભાગ્યે આપણને સમરકેતુ કુમાર પ્રાપ્ત થયેલ છે, માટે તેને તારો સાચો મિત્ર સમજી સારી રીતે સાચવજે.'
એમ કહી મહારાન્ત મેઘવાહન સિંહાસનથી ઊડ્યા અને સમરકેતુ પણ જે તાત ! જેવી આપની આજ્ઞા' એમ કહી સમરકેતુનો હાથ પકડી હરિવાહન પરિવાર સાથે મદિરાવતીના મહેલે ગયા. ત્યાં માતુશ્રીને પ્રણામ કર્યાં, અને સમરકેતુનો પરિચય કરાવી પોતાના સ્થાનકે પહોંચી ગયા.
સાન, ભોજન કરી બન્ને જણા ભોજનશાળાની બહાર બેઠા હતા, તેવામાં મહારાજા મેઘવાહનની આજ્ઞાથી આવેલા એવા સુષ્ટિ નામના અપલિકે આલેખેલ નકશો કાઢી ઉત્તરદિશાના દેશોની હદ બતાવતાં કહ્યુંઆટલા દેશ યુવરાજ શ્રી હરિવાહનના ખાનગી ખર્ચ માટે અને તે સરહદમાં આવેલા અંગ વગેરે દેશો રાજકુમાર શ્રી સમરકેતુને માટે, આપવાનો મહારાજાનો આદેશ છે.' એમ કહી, બન્નેને પ્રણામ કરી, સુદૃષ્ટિ ત્યાંથી ચાલ્યા ગયા.
અન્ને કુમારો સાથે રહેવા લાગ્યા. બન્નેની ગાઢ મૈત્રી જામતી ગઈ. એ જોઈને રાજના આનંદનો પાર ન રહ્યો. એમ આનંદમાં કેટલાયે દિવસો પસાર થઈ ગયા. ઉનાળાના એક દિવસે બન્ને રાજકુમારો સવારે ઊઠ્યા અને જ્ઞાન-ભોજનાદિક કરી, સુંદર પોષાકથી સજ્જ બન્યા. હાથી પર આરૂઢ થઈ સરયૂનદીને તીરે આવેલા મત્તકોકિલ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ખીજા અનેક પરિવારો પણ આવેલા હતા.
ઉદ્યાનમાં ફરતા ફરતા હરિવાહન અને સમરકેતુ તેમજ જો પરિવાર સરયૂને તીરે આવેલા કામદેવના મંદિરની નજીક અત્યંત સુશોભિત લતામંડપમાં (જળમંડપમાં ) આવ્યો. બન્ને કુમારી અનાવેલી એક ફૂલની એકપર એઠા અને આજે પરિવાર પણ પોતપોતાના સ્થાને બેસી ગયો. આમાં ખીજા રાજકુમારો ઉપરાંત સાહિત્ય, પુરાણ, ઇતિહાસ, કાવ્ય, કથા, નાટક, સંગીત આદિ વિષયોના જ્ઞાતા અનેક વિદ્વાનો પણ જોવાતા હતા. પરસ્પર આનંદજનક વિવિધ પ્રકારનો કાવ્યવિનોદ ચાલી રહ્યો હતો, એવામાં કાવ્યરસિક એવા મંજીરક નામના ન્દિપુત્રે પાસે આવીને હરિવાહન કુમારને કહ્યું:—
wwww
“કુમાર ! મધુમાસમાં ચૈત્રશુદિ તેરસે કામદેવના મંદિરમાં ચાલતા યાત્રોત્સવ પ્રસÎ હું ગયો હતો. અંદર જતાં જ આંગણામાં આંબાના ઝાડ નીચે, જેનું મોં કમલના તાંતણાથી આંધેલું, અત્રે આજીથી સફેદ ચંદનની લહીથી ચોંટાડેલું, સહેજ ઉષ્ણતાથી ચંદન સૂકાઈ જતાં કઠિન થયેલું, અને ઉપર મુગ્ધાળાના સ્તન મુખના છાપવાળું એવું તાડપત્રનું એક પરીડી મારા જોવામાં આવ્યું. નીચે નમીને મેં એ લઈ લીધું, અને ખેસના છેડે આંધી દીધું. એ પછી ઘેર આવી એકાન્તમાં તપાસ્યું. ચારેતરફ ફેરવીને જોયું, પણ ન મળે કોઈનું નામ કે નિશાન. છેવટે કોહ્યું, તો તેમાં ચારે તરફ ફરતી કુંકુથી ચીતરેલી વેલવાળો અને અગર ધૂપથી સુવાસિત કરેલો એવો કસ્તુરીના અક્ષરે લખાયેલો એક આર્યાં છંદ મેં જોયો. શું એનો ભાવ છે? કોણે કોનાપર મોકલેલ છે?' તે હું સમજી શક્યો નહીં. એમ કહી તે આર્યાં છંદ મધુરકંઠે મંજીરકે લલકાર્યો :——
“નુમિત્તાં ચોદું, ચાઇનામમાત્ સ્વનિના स्थातासि पत्रपादपगहने तत्रान्तिकस्थाभिः ॥ "
વિડેલીએ નહીં આપેલી એવી મને અવિધિએ પરણવાને તું ચાહે છે તો તું થોડા સમયમાં પત્રવાળા વૃક્ષના વનમાં [અથવા નરકમાં રહેલા અસિ પત્રવનમાં] જ્યાં નજીકમાં અગ્નિ છે ત્યાં તું રહેજે.
ત્યાં બેઠેલા બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું. સાંભળતાંની સાથે જ અર્થ સ્ફુરી આવતાં બુદ્ધિશાળી હરિવાહન કુમારે સવિસ્તર એનું સ્પષ્ટીકરણ કર્યુંઃ