________________
૧.
संक्षिप्त भावार्थ
ઠંડો પવન વાયો અને કુમારની મૂર્છા દૂર થઈ. સ્વસ્થ અનેલા કુમારને દંડનાયકે આશ્વાસન આપ્યું. અભય પડહ વગડાવી ભાગતા શત્રુસૈન્યને તેણે રાખ્યું ને પોતાના સૈનિકોને લૂંટ કરતા અટકાવ્યા, ઘાયલ થયેલા સૈનિકોની શુશ્રુષા કરવા યોગ્ય માણસોને આજ્ઞા કરી. ત્યાંથી દંડનાયક રાજકુમાર સમરકેતુ સાથે હાથી પર એસી છાવણીમાં આવ્યા અને પોતાના જ નિવાસમાં રાજકુમારને લઈ ગયા. બંને એ સાથે ભોજન કર્યું. દંડનાયકે પોતાના હાથે રાજકુમારના શરીરમાં જ્યાં જ્યાં ઘા પડ્યા હતા ત્યાં ઔષધિનો લેપ કર્યો વધુમાં સારા વૈદ્યો પાસે તેના શરીરની ચિકિત્સા કરાવરાવી. જેતજોતામાં સમરકેતુ તદ્દન સાજો થઈ ગયો.
*
એક વેળા દંડનાયક અને સમરકેતુ ભોજન કરી સાથે બેઠા હતા ત્યારે દંડનાયકે રાજકુમારને કુસુમાનુલેપન, વસ્ત્રાભરણાદિથી સન્માન કરી યુદ્ધમાં પકડેલા હાથી, ઘોડા અને રથ આપી દંડનાયક હાથ જોડી કહેવા તેને લાગ્યા: “કુમાર ! તમે મહાપરાક્રમી છો! મોટા મોટા મહારાજાઓ પણ તમારી સહાય ઈચ્છે છે. તમે મનમાં લેશમાત્ર પણ્ એમ ન લાવતા કે દંડનાયકે મને જીતી લીધો. આપને રણસંગ્રામમાં જીતવા માટે કોણુ સમર્થ છે? આપ તો અજેય જ છો, છતાં આપની આ પરિસ્થિતિ થઈ એ પ્રભાવ મારો નહીં પણ કોઈ અનેરી દિવ્ય વસ્તુનો જ છે.” એમ કહી તે દેવતાઈ મહા ચમત્કારિક વીંટી મંગાવી. એ જોઈ ને આશ્ચર્ય મુગ્ધ બનેલ સમરકેતુએ પૂછ્યું ‘આવી મહા ચમત્કારિક વીંટી તમને ક્યાંથી મળી ?'
ત્યારે મેઘવાહન મહારાજાને શક્રાવતાર તીર્થમાં જવું, જ્વલનપ્રભ દેવનું મળવું, વેતાળ અને રાજલક્ષ્મીનું આવવું' વગેરે વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યો.
રાજકુમાર પણ આવું અદ્ભુત વૃત્તાંત સાંભળીને ખૂબ હર્ષિત થયો, થયેલ દુઃખ વિસરી જઈ સેનાધિપતિને કહેવા લાગ્યો, દંડાધિપતિ ! શું કહું, શું વર્ણન કરું? ખરેખર, તમને અને તમારા મહારાજાને ધન્ય છે કે, જેને દેવો પણ સહાયતા કરે છે. તમારા જેવા બુદ્ધિશાળી દીર્ઘદર્શી અને ગુણાનુરાગી વ્યક્તિના ગુણ ગાઈએ તેટલા ઓછા જ છે. બસ, હવે તો મને એ સત્ત્વશાલી મહારાજા મેઘવાહનનાં દર્શન કરાવી મારાં નેત્રને કૃતાર્થ કરાવો !'
‘કુમાર ! આપની એજ અભિલાષા છે તો ખુશીથી આજે જ વિજયવેગ સાથે પધારો.' દંડનાયકે સ્મિતવને સ્નેહપૂર્વક કહ્યું.
કુમાર શક્રાવતાર ઉદ્યાન નજીક સરયૂ નદીના કિનારે શિખિર નાખી રહ્યો અને વિજયવેગ મહારાજા મેઘવાહન પાસે પહોંચી ગયો અને પ્રેમપૂર્વક પ્રણામ કરી રાજવીને ખધા વૃત્તાંતથી વાકેફે કર્યાં.
વૃત્તાંત સાંભળીને રાજાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. શૌર્યશાલી કુમાર સમરકેતુ ઉપર અને નિમકહલાલ દંડનાયક પર રાજાને અનહદ પ્રેમ ઉદ્ભવ્યો. કુમારને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ આવી. તેમણે વિજયવેગને કહ્યું: ‘ક્યાં છે એ કુમાર ? ક્યારે મળશે?'
“દેવ ! કુમાર શિબિર સહિત સરયૂકિનારે છે. જ્યારે આપની આજ્ઞા થશે ત્યારે મળી શકશે.”
‘હરદાસ ! જાઓ, રાજકુમાર સમરકેતુને અહીં બોલાવી લાવો' મહારાજાની આજ્ઞા થતાં જ મુખ્ય પ્રતિહારી હરદાસ સરયૂકિનારે ગયો અને રાજકુમારને રાજવીના સમાચાર આપ્યા. કુમાર રાજપરિવાર સાથે ત્યાં આવ્યો અને તેને રાજસભામાં પ્રવેશ કરાવરાવ્યો.
કુમારને જાતાં જ રાન્તએ આવ! આવ!' એમ દૂરથી ઉમળકાભેર ઑલાગ્યો. કુમારે પણ તેમને પ્રેમપૂર્વક પ્રણામ કર્યાં. નજીક આવતાં રાજા સિંહાસન પરથી ઊતર્યો અને રાજકુમારને ભેટીને પોતાના ઉત્સંગમાં ( ખોળામાં) બેસાડ્યો. પછી કુમાર પાસેના આસન પર બેઠો.
મહારાજ મેઘવાહનને કહ્યું--“કુમાર ! તારા આગમનથી આજ હું કૃતાર્થ થયો છું. સાચેજ તું ધન્યવાદને પાત્ર છે, કેમકે તારાથી હાર પામેલા શત્રુઓ પણ પોતે ક્ષણે જીત્યા હોય તેમ હર્ષમાં આવી જઈ પોતાની પ્રશંસા કરે છે. રાજલક્ષ્મીએ તો માલાજી વીંટી સમર્પી મને જાણે ખીજો પુત્ર અર્યાં છે. આ કુમારનો અને તારો રાજ્યમાં સમાન ભાગ છે, તેની સાથે સુખેથી તું રહે અને આનંદ કર. ‘મને મારા શત્રુઓ પકડીને