SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએનસંગ (Ilieum Thsang) ૭ મી સદીની ચાલીસીના અરસામાં આખા ભારતવર્ષમાં ઘુમ્ય અને તે ગુજરાતમાં પણ ફેર્યો હતે. તેણે કરેલા વર્ણનમાં બુદ્ધ ધર્મના ચે, વિહાર તથા સનાતન ધર્મનાં દેવાલને ઉલ્લેખ કરેલ છે. , ૧૩. રાક્ટવંશ સંસ્થાપક કૃષ્ણ રાજાએ એલેરામાં કેલાસ નામને સુંદર પ્રાસાદ બાંધે અને તેને ઉલેખ એક તામ્રપટમાં મોટા હર્ષથી કર્યો છે. આ તામ્રપટ લાટ (ગુજરાત) દેશમાં આવતા કેટલાક ગામનું દાન કરવા સંબંધમાં છે. જેથી લાટ દેશના શિપ વિષે આવતે સબંધ પ્રાચીન અને મહત્વને છે. ૧૪. ભારતીય શિલ્પશાસ્ત્ર સંબંધી પ્રાચીન ગ્રંથનું આશ્લભાષામાં પ્રથમ રચેલું પુસ્તક રામરાજના નામથી ઓળખાય છે. એના કર્તાનું નામ રામરાજા છે, તે મહૈસુર સંસ્થાનમાં ન્યાયાધીશ હતા, અને એને આ ગ્રંથ લંડનની રોયલ એશીઆટીક સોસાયટીના આશય નીચે ઈ. સ. ૧૮૩૪ માં પ્રસિદ્ધ થયે. ભરતભૂમિના શિ૯૫ સાથે યુરોપીય દેશોને પરિચય પ્રથમ આ ગ્રંથથી થયે. ત્યાર બાદ સર જેમ્સ ફર્ગ્યુસન નામે પ્રસિદ્ધ શિલ્પશાસ્ત્ર વિશારદ ગ્રંથકારે હિંદુસ્થાનના શિલ્પશાસ્ત્ર ઉપર, ઘણે રસ લઈ, કેટલાક ગ્રંથ પ્રસિદ્ધ કર્યા છે તેમજ પુરાણ વસ્તુ સાધન ખાતાએ પ્રાચીન ચે, દેવાલય અને સ્થળના સંરક્ષણાર્થે તેનું સ્થાપૂર્વક પરિશીલન કરી, જનતાની તે તરફની લાગણી જાગૃત કરી છે. આવા જ પ્રકારનું કામ, આપણા કપ્રિય ગુર્જર નરેશ કૈલાસવાસી શ્રીમંત સયાજીરાવ મહારાજ એઓશ્રીએ ગુજરાત માટે કર્યું છે. ૧૫. ગુજરાતમાં પ્રાસાદ બાંધવાના સાધને સુલભ હોવાથી લકમાં પ્રાસાદ બાંધવાની લાગણી ઘણી છે. કઠણ પથ્થરની ખાણ સેનગીર, આમનગર, ધ્રાંગધ્રા, રિબંદર વિગેરે ઠેકાણે છે, જેનો ઉપગ ઘણા વર્ષોથી પ્રાસાદો બાંધવા તરફ થયો છે. અરવલ્લી, વિંધ્યાચળ તથા સહ્યાદ્રિ જેવા ગિરિરાજની વચ્ચે ગુજરાત દેશ હોઈ, ત્યાંના ઈમારતી લાકડાને ઉપગ શિલ્પકળાના વિસ્તાર તરફ થયે છે. આવા સંજોગોમાં સોલંકી વંશના મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સુપ્રસિદ્ધ રાજપુરૂષના સમયમાં શિલ્પશાસ્ત્ર વિસ્તૃત થયું. ગુર્જર દેશની વિખ્યાત પાટનગરી પાટણમાં મંડન નામે સૂત્રધાર હતો, જેના સમય સંબંધે આધારભૂત ઉલેખ કરવા સાધન નથી, પરંતુ મંડન રચિત શિલ્પશાસ્ત્રના ગ્રંથોનુસાર રાણા કુંભે બાંધેલા પ્રાસાદે, કીર્તિસ્થભે વિગેરે આજે પણ ચીડ ગઢમાં મોજુદ છે. ૧૬. ઈ. સ. ૧૯મી સદીના પૂર્વચતુર્થશમાં પ્રસિદ્ધ ગ્રંથકાર ટંડે મારવાડ અને મેવાડના કેટલાક સુંદર પ્રાસાદેનાં રેખાચિત્રો પોતાના ગ્રંથમાં આપી, તે સંબંધી બુઝાતી લાગણી ફરીથી પ્રદીપ્ત કરી. આવા અનેક પ્રકારના પ્રયત્નોથી ગત સૈકામાં
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy