SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય અને પત્ય કલાપ્રેમી વિદ્વાનું લક્ષ શિષશાસ્ત્ર તરફ આકર્ષિત થયું અને તેથી સૂત્રધાર, શિલ્પી, કારીગર વિગેરે વર્ગના કામને ઉત્તેજન આપવા તરફ પ્રયત્ન થવા લાગ્યા, અને પ્રાચીન શિલ્પશાસ્ત્રનું પુનર્જીવન થયું. ૧૭. ઉપરોકત રામરાજ ગ્રંથમાં કરેલું વિવેચન દ્રાવિડ દેશને લાગુ પડે એવું છે. તેના વિભાગ પણ પીઠ, સ્તંભ, પ્રસ્તર, વિમાન, ગેપુર એ પ્રમાણે પાડેલા છે. જે માનસાર ” ગ્રંથ ઉપરથી લીધેલા છે. ડાંક વર્ષ પૂર્વે અલાહાબાદના ડો. આચાર્ય માનસાર ઉપર ત્રણ ભાગમાં એક ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. માનસાર ગ્રંથમાં પ્રાસાદના મુખ્ય ભાગ તથા તેના ઉપાંગના પ્રમાણ (Proportion) સંધી ચોકસાઈથી નિયમ આપેલા છે. પરંતુ શિલ્પરત્નાકર ગ્રંથમાં અને અન્ય શિ૯૫ના ગ્રે માં પણ આવા પ્રમાણ બાબત નિયમે આપ્યા છે. આવી જાતની સામ્યતા પરથી સ્પષ્ટ થાય છે કે શિ૯૫ના ગ્રંથનું બીજ એકજ હશે. ૧૮. કૈલાસવાસી ૨. વ એલ. સી. ઈ. એજીનીયરે હિંદી શિપશાસ્ત્રને અભ્યાસ કરી એ સંબંધના ગ્રંથે પ્રસિદ્ધ કર્યા છે. તેમના કહેવા પ્રમાણે પ્રાચીન સમયમાં ૧૮ સંહિતા હતી. જે પૈકી કશ્યપ, ભૃગુ, મય અને વિશ્વકર્મા સહિતા હાલ પણ પ્રચલિત છે. આ સંહિતાઓનો ઉલ્લેખ મત્સ્ય પુરાણમાં છે. ભગુ અને વિશ્વકર્માની સંહિતા લાટ દેશમાં વધુ પ્રમાણમાં ઉપયોગમાં આવતી હતી અને તે દક્ષિણથી ઉત્તર પ્રદેશમાં પ્રથમ ચાલુક્ય અને રાષ્ટ્રકૂટના રાજાઓના વખતમાં દાખલ થઈ હશે એમ અમને લાગે છે. આ સંહિતાનું થએલું એકીકરણ તે રાજવંશનો લેપ થવાના સમયનું હશે, કારણ કે તે એકીકરણમાં ગુજરાત પ્રદેશને લાટ એ નામથી સંબંધેલો છે. આવી સંહિતાઓનું એકીકરણ કરવાનું કાર્ય મુસલમાની રિયાસતમાં બંધ પડ્યું. મુસલમાની રિયાસતમાં મહમદ ગઝની, મહમદ તઘલખ અને મહમદ બેગડા જેવા કટ્ટર ધર્મભિમાનીના સમયમાં કેટલાક પ્રાસાદો, સંદિરો વિગેરે ખંડીત થયાં. અકબર જેવા પરધર્મસહિષ્ણુ બાદશાહના કાળમાં ખંડીત થયેલા પ્રાસાદોનો જે જીર્ણોદ્ધાર થયો તે અલ્પ પ્રમાણમાં હતો. ૧૯. હાલ પ્રાચીન હિંદુ સંસ્કૃતિના પુનરૂજજીવનની આશા ઉત્પન્ન થઈ છે, અને તેની સફળતા માટે પ્રાચીન શિલ્પશાસ્ત્રનો પુરેપુરો પરિચય થવાની આવશ્યકતા છે. આવા સંજોગોમાં રા. નર્મદાશંકર જેવા વ્યાસંગી અને કાર્યદક્ષ શિલ્પીના હસ્તે પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ થાય તે સંતોષની વાત છે, જેથી આ ગ્રંથને આશ્રય આપવા જનતાને અમોરી હાદિક ભલામણ છે. મુ. શિવસદન, વા. રા. તીવલકર, પ્રતાપગંજ, વડોદરા, ૧ એફ. આર. આઈ. બી. એ. (લંડન), એલ. સી. ઈ. (મુંબઈ). તા. ૪-૮-૩૯ [ સ્ટેટ આર્કીટેકટ, વડોદરા સંસ્થાન. સ્ટેટ અકાટેકટ, વડોદરા સ
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy