SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહેનતને મહોબદલો પણ મળે તેમ નથી. જેથી પ્રસ્તુત ગ્રંથ તરફ સહાનુભૂતિ દર્શાવી ગ્રંથકારે લીધેલા પરિશ્રમને તથા કરેલા પ્રયત્નને અપનાવી લેવા જનતાને મારી ખાસ ભલામણ છે. ' ' ' ૬. આ ગ્રંથનાં ૧૪ રત્નો એટલે વિભાગ છે જે વિષયાનુસાર ગઠવ્યા છે. તેમાં મુખ્ય વિભાગ રત્ન ત્રીજાથી શરૂ થાય છે, જેમાં ભૂમિધન, ખાતવિધિ વિગેરે તથા પીઠ સુધીના પ્રાસાદના અંગોની રચનાની માહિતી આપી છે. ૪ થા વિભાગમાં પીઠથી મડેવર સુધી તથા ગર્ભગૃહ એટલે સેંટમ (Sanctum) અને મંડપનું વિવેચન કરેલું છે. મંડપની અનેકવિધ રચનાના નકશા પણ તેમાં આપ્યા છે. ૫ મા રત્નમાં શિખર રચનાવિધિ તથા કળશના નિયમ છે. ૬ઠા રત્નમાં કેશરાદિ ૨૫ પ્રાસાદોની રચના વર્ણવેલી છે. ૭, ૮, ૯ અને ૧૦ મા રત્નોમાં પણ વૈરાજ્યાદિ પ્રાસાદ તથા ત્રાપદિ જન પ્રાસાદના પ્રકાર દર્શાવ્યા છે. ૧૧ અને ૧૨ મા રત્નોમાં મૂતિઓનાં સ્વરૂપ, તીર્થકર તથા યક્ષયક્ષિણીઓ અને વિદ્યાદેવીઓનાં વર્ણન આપ્યાં છે. ૧૩ મા રત્નમાં પ્રતિષ્ઠાવિધિ, વાસ્તુપૂજન તથા મુહૂર્ત જોવા માટે તિષ વિષયનો સમાવેશ કરેલ છે. ૭. શિલ્પશાસ્ત્રમાં પ્રાસાદ અને તેના ઉપગના પ્રમાણ સંબંધી નિયમ છે. આવા નિયમે ઘડવા માટે લાંબા વખતનો વ્યવહારૂ અનુભવ હવે જોઈએ. આવા નિયમે પાશ્ચાત્ય દેશમાં પણ શિ૯૫પ્રેમી ગ્રીસ દેશના લોકોએ કરેલા હતા. અને તે સંબંધી ગ્રંથ હિન્ડિયસ (vitrusivs) નામના ગ્રંથકારે રચ્યું છે. આ ગ્રંથમાં અને આપણા દેશના શિલ્પ ગ્રંથમાં કેટલાક અંશે સામ્યતા છે. ઈસ્વીસનની શરૂઆતમાં વ્યાપારાર્થે ગ્રીસ અને રેમના દરીઆઈ વેપારી હિંદના દક્ષિણ કિનારે સૌરાષ્ટ્રથી ઠેઠ મલબાર કાંઠા સુધી પહોંચ્યા હતા એટલે ઉપરોક્ત સામ્યતાનાં અનેક કારણો પૈકીનું આ એક કારણ હશે એવું સહેજે અનુમાન થાય છે. ૮. પરદેશના પશ્ચિમી શકરાજા રૂદ્રદમન જે અવંતી નરેશ થયે તેણે ગિરનાર નજીક સુદર્શન નામનું તળાવ જે મર્યવંશીય ચંદ્રગુપ્ત અને અશક રાજાએ પ્રથમ બાંધેલું તે સંબંધના શિલાલેખમાં તે સમયના પ્રાસાદનો પણ ઉલ્લેખ કર્યો છે. ૯. કવિકુલગુરૂ કાળીદાસના મેઘદૂતમાં અવંતી નગરીનું વર્ણન આપેલું છે. તેમાં તે સમયના શિપનું વ્યાપક સ્વરૂપ દર્શાવ્યું છે. ૧૦. સમુદ્રગુપ્ત જેવા મહાન સમ્રાટે ઉદબ્રજ એટલે હાલના ગિરનાર પર્વતની તળે સુદર્શન તળાવને પુનરુદ્ધાર કર્યો, તે સમયે તેનજીક ભગવાન વિષ્ણુનું સુંદર મંદિર રયું. ૧૧. દશપૂર એટલે ગ્વાલિઅર રિયાસતનું હાલના મદસરના શિલાલેખમાં, લાટ દેશના શિલ્પી માળવા અને રજપુતાનાના પ્રદેશમાં ઇ. સ. પ મી સદીમાં દાખલ થયા એ ઉલ્લેખ છે, તેમજ તેમાં લાટ દેશના વિહારની પણ નોંધ છે. .
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy