SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકર્તાનું નિવેદન. ભારતવર્ષની દિવ્ય ભૂમિમાં ધર્મ કર્મની એક એવી અપૂર્વ સજના થયેલી દષ્ટિગોચર થાય છે કે આજે હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં પણ તેની વાસ્તવિકતા વધુને વધુ સ્પષ્ટ થતી જાય છે. હાલના વૈજ્ઞાનિક જમાનામાં પણ તેની યથાર્થતા વિદ્વાન દ્વારા માન્ય થતી જાય છે. આવા સમયે એની મહત્તા વિષે વિશેષ લખવું એ દીપકથી સૂર્યનાં દર્શન કરાવવા સમાન છે. ભારતની આ સંસ્કૃતિ જેટલી પુરાતન અને આદર્શ છે તેટલી જ તેની સ્થાપત્ય કળા પણ પ્રાચીન અને આદર્શ છે. ભારતના રાષિ મુનિઓએ જેમ ભારતીય સંસ્કૃતિમાં પિતાના આત્મન્નિતિના આદર્શને ઓતપ્રેત કરી દીધું છે તેમ તેના વિદ્ધાન સ્થપતિઓએ પિતાની સ્થાપત્ય કળામાં ભારતીય જીવનના આદર્શને સમાવી દીધું છે. ભારતની આજની તેની ગુલામી અને પતનાવસ્થામાં પણ ભારતવર્ષની આ સંસ્કૃષ્ટ સ્થાપત્ય કળા અને તેમાં આત્મસમર્પણ કરનારા સ્થપતિએનું જીવંત કળશલ્યના પ્રતીક સમા અને યદુછયા બચી ગયેલા તેના ભગ્નાવશે આજે પણ દેશવિદેશના અનેકાનેક યાત્રીઓને પિતાના તરફ આકર્ષી રહ્યા છે. વિદેશીઓના આક્રમણને લીધે આ કળાને પણ ઘણું સહન કરવું પડયું છે. સ્થાપત્ય કળાના સંદરમાં સુંદર કલામય અનેક પ્રાસાદે આજે ભૂમિશાયી થઈ પડેલા જોવામાં આવે છે અને તેના ભગ્નાવશેષો જોઈ આજે પણ યાત્રી તેની ભવ્યતાના ખ્યાલથી આશ્ચર્યચક્તિ બને છે. વિદેશીઓના આક્રમણ પહેલાને કાળ સ્થાપત્ય કળાની ઉન્નતિને કાળ હતું. તે વખતમાં શૈવ, બદ્ધ અને વૈષ્ણવ રાજા મહારાજાઓ તરફથી આ કળાને ઘણું સારું પ્રેત્સાહન મળ્યું હતું. જૈન શાશનકાળમાં પણ તેના શાશકે તેમજ શેઠ શાહુકારે દ્વારા આ કળા વધુ પિષણ પામી હતી. આજે પણ નેહાના હેટા રૂપમાં શેઠ શાહુકારે આ કળાને પિતાના ધાર્મિક ભાવને લઈ પોષણ આપી રહ્યા છે. પરંતુ હાલના અગ્રેજી શાસન કાળમાં જે કે તેની રક્ષા તરફ ધ્યાન આપવામાં આવ્યું છે તે પણ પિષણ અને ઉત્તેજનના અભાવે દિન પ્રતિદિન હાસ થતો જાય છે અને ભારતીય કળાને બદલે પશ્ચિાત્ય કળાને ઉત્તેજન મળતું હોવાને લીધે રાજા મહારાજાઓ તથા શેઠ શાહુકાનું ધ્યાન ભારતની આ પુનીત સ્થાપત્ય કળા કે જે વિજ્ઞાનસિદ્ધ છે, તેના તરફથી દૂર થયું છે અને ભારતની આ પ્રાચીન અને સુંદર કળાને લગભગ અભાવ થતા જાય છે. આ ભારતનું એક મોટું દૈવજ ગણાય ! હિંદુ સંસ્કૃતિને મૂળ આધાર ધર્મ છે અને ચાર પ્રકારના પુરૂષાર્થોમાં પણ ધર્મને જ પહેલે પુરૂષાર્થ ગણવામાં આવેલ છે. તેથી બધા નો પ્રારંભ જેવી રીતે
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy