SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જ ધર્મવૃદ્ધિ થાય એ દૃષ્ટિએ જ થયેલા છે અને આજ કારણને લઇ શિલ્પશાસ્ત્ર ( સ્થાપત્ય કળા ) ની વિજ્ઞાનસિદ્ધ બાબતમાં પશુ ધર્મની ભાવના ઓતપ્રોત થયેલી જોવામાં આવે છે. એમાં પ્રાચીન ઋષિમુનિઓની રચના બુદ્ધિની એ ખૂખી છે કે શિલ્પશાસ્ત્ર જેવા સર્વોપયોગી શાસ્ત્રમાં પણ હિન્દુ સસ્કૃતિના મૂળને સ’ક્રાન્ત કરી લીધુ છે. અનેક કળાના અગાધ સમુદ્રરૂપ શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય શ્રી વિશ્વકર્મા છે અને તેમણે શિલ્પના અનેક ગ્રંથ રચેલા છે. એ ગ્રંથોના આધારે બીજા શિલ્પકાર એ પણ રચેલા કેટલાક ગ્રંથો જોવામાં આવે છે. જ્યારે આપણે આ ગ્રંથૈ વાંચીએ છીએ ત્યારે તેમાં રહેલી ખૂબી આપણને જાણવા મળે છે અને પ્રાચીન શિલ્પકારાના હાથે અનેલા પ્રાસાદોનાં વર્ણન વાંચતાં તેમાં વર્ણવેલી અત્યંત અદ્ભુતતાને જોઇ · અતિશયેક્તિ કરેલી છે.’એમ જે કહેવામાં અગર માનવામાં આવે છે તે કબૂલવા હૃદય ના પાડે છે. કારણ કે તેવા પ્રાસાદોના ભગ્નાવશેષો જોઇ આજે પણ પાશ્ચિમાત્ય કળાકારો તેની અદ્ભુતતા માટે મુક્તકૐ પ્રશંસા જ કરે છે. ગુજરાતમાં સિદ્ધપુરમાં આવેલા રૂદ્રમહાલય ( રૂદ્રમાળ), તારંગાજી (તારંગા હિલ) ઉપરને શ્રી અજિતનાથ પ્રભુના શ્વેતાંબર જૈન પ્રાસાદ, ગિરિવર આબુમાં આવેલાં અદ્ભુત કોતરણી કામવાળાં દેલવાડાનાં જૈન દેરાસરે, પહેચરાજી નજીક આવેલા મુઢેરા ગામના પ્રાચીન સૂર્ય પ્રાસાદ, મારવાડ અને મેવાડની સધિએ રાણકપુરના શ્રી ધરણીવિહાર નામના ચામુખ પ્રાસાંદ અને સારાષ્ટ્રમાં શ્રી સોમપુર ( પ્રભાસ પાટણ ) માં આવેલા શ્રી સોમનાથ મહાદેવના પ્રાચીન પ્રાસાદ વગેરે પ્રાસાદો ભારતની આ સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમુના છે. આ પ્રાસાદેની અદ્ભુત કારીગરી જોવાને પશ્ચિમના એંજીનીયર તેમજ ભારતના ગવનર અને વાયસરાયા પણ જાય છે. એટલુ’ જ નહિ પરંતુ તેના ફેટા પણ પાડી જાય છે. ઉપરના પ્રાસાદો તેમજ મેટી અંબાજી પાસેના શ્રી કુંભારીયાજીના જૈન પ્રાસાદો વગેરેના ઘુમટા, છતા, સ્ત ંભો, મ`ડાવરા, શિખર, દ્વારા અને સામણા વગેરેની સુંદર કારીગરી આ પુસ્તકમાં આપવામાં આવેલા ફાટાએ ઉપરથી જોઇ શકાશે. શિલ્પશાસ્ત્રરૂપી રત્નાકરમાં અનેક પ્રકારની કારીગરીના ભંડારો ભર્યાં છે પરં'તુ ભારતવર્ષની માલિકીપણાનું સ્વાભિમાન ધરાવતા પ્રચંડ ખાડુંમળશાલી શૂરવીર ક્ષત્રિયામાં કુસ`પ વધવાથી વિધર્મી એ ફાવી ગયા. વિધમી એના જુલ્મી રાજ્ય અમલમાં તેઓ હિંદુઓને વટલાવતા અને મૂર્તિ એના ટુક્ડ ટુકડા કરી નાખતા તેમજ દેવાલયો તોડી નાખતા. જેવાં કે સિદ્ધપુરને રૂદ્રમહાલય, અને સૌરાષ્ટ્ર-પ્રભાસ પાટણમાં આવેલા શ્રીસોમનાથ મહાદેવને અલૌકિક પ્રાસાદ. એ કાળના જુલ્મી શાશકોએ ઘણાં સુંદર દેવાલયોને નાશ કરી નાખ્યું. એટલુંજ નહિ પરંતુ શિલ્પ
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy