SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ http://www.ShrimadRajchandra.org (ર) તીર્થંકરનું ગર્ભ હરણ, (૩) સ્ત્રી તીર્થંકર, (૪) અભાવિત પરિષદ, (૫) કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું. (૬) ચંદ્ર તથા સૂર્યનું વિમાન સહિત ભર મહાવીરની પરિષદમાં આવવું, (૭) હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ, (૮) ચમરોત્પાત, (૯) ૧ સમયમાં ૧૦૦ સિદ્ધ, (૧૦) અસંયતિ પુજા; આ દશ અપવાદ છે. (ઠાણાંગ) દશ બોલ વિચ્છેદ-શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ (૧) મન:પર્યવજ્ઞાન, (ર) પરમાવધિજ્ઞાન, (૩) પુલાક લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ સંયમ-પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સાંપરાય, યથાખ્યાત ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મોક્ષ- ગમન. (પ્રવચનસારોદ્વાર) દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું રસગંધાદિ ભેદ રહિત નિરાકાર પ્રતિબિંબિત થયું. તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન’. વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન' થાય. શ્રીમદ્ રાજચંદ્ર દર્શન પરિષદ્ધ પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું. (પત્રાંક ૩૩૦) દર્શનમોહનીય-જેના હ્રદયથી જીવને સ્વસ્વરૂપનું ભાન ન થાય, તત્ત્વની રુચિ ન થાય. દિનાનં)કર-સૂરજ, દિશામુત-અજાણ: દિશા ભૂલેલો. દીર્ધશંકા-શૌચાદિ ક્રિયા. દુરંત-જેનો પાર પામવો કઠિન છે, તથા જેનું પરિણામ ખરાબ છે. દુરિચ્છા-ખોટી ઇચ્છા. દુર્ધર-આકરું; કઠિનતાથી ધારણ કરી શકાય એવું. દુર્લભ-દુઃખે કરીને પ્રાપ્ત થાય. દુર્લભબોધી-સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિની દુર્લભતા. દુષમ (કલિયુગ)-પંચમકાલ. આ આરો પંચમકાલ છે. અન્ય દર્શનકારો એને જ કલિયુગ કહે છે, જિનાગમમાં આ કાલને 'દૃશ્યમ' એવી સંજ્ઞા કહી છે. (પત્રાંક ૪ર) દૃષ્ટિરાગ-ધર્મનો ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. દેખતભૂલી-દર્શનમોહ, દેહાધ્યાસ (પત્રાંક ૬૪૧) દેહ-અવગાહના દે જે ક્ષેત્રને ઘેરે તે. દોગુંદક દેવ-ઘણી ક્રીડા કરનાર દેવતાની જાત. દોરંગી-બે રંગવાળું, ચંચળ, દ્રવ્ય-ગુણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યકર્મ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ-પરમાણુઓને દ્રવ્ય કર્મ કહે છે. તે મુખ્યપણે આઠ છે. દ્રવ્યમોક્ષ-આઠ કર્મથી સર્વથા છૂટી જવું. દ્રવ્યલિંગ-સમ્યગ્દર્શન વિનાનો બાહ્ય સાધુવેશ. દ્રવ્યાનુયોગ-જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ દ્રવ્ય, સાત તત્ત્વોનું કથન હોય તે. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) દ્રવ્યાર્થિકનય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે; શુદ્ધ સ્વરૂપનો કહેનાર; દ્રવ્ય જેનું પ્રયોજન છે તે વ્યાર્થિક નય. ધ ધર્મ-જે પ્રાણીઓને સંસારનાં દુઃખોથી છોડાવીને ઉત્તમ આત્મસુખ આપે. (રત્નકરડશ્રાવકાચાર) ધર્મકથાનુયોગ-જે શાસ્ત્રમાં તીર્થંકર આદિ પુરુષોનાં જીવનચરિત હોય. (વ્યાખ્યાનસાર ૧-૧૭૩) ધર્મદ ધર્મ આપનાર, ધર્મધ્યાન-ધર્મમાં ચિત્તની લીનતા. તે ધ્યાન ચાર પ્રકારે છેઃ આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાક- વિચય, સંસ્થાન વિચય, (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાહે ૭૪, ૭૫, ૭૬૦ ધર્માસ્તિકાય-જે ગતિપરિણત જીવ તથા પુગલોને ચાલવામાં સહાય કરે, જેમ પાણી માછલાંને ચાલવામાં મદદરૂપ છે. (દ્રવ્યસંગ્રહ) વેવા (ધ્રૌવ્ય) વસ્તુમાં કોઈ રીતે પરિણમન હોવા છતાં વસ્તુનું જે વસ્તુપણું કાયમ રહે છે તે. ન નપુંસકવેદ-જે કષાયના ઉદયથી સ્ત્રી તથા પુરુષ બન્નેની ઇચ્છા કરે. નભ-આકાશ. નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. નય-વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય કહે છે. જૈન શાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન છે: વ્યાર્થિ નય તથા પર્યાયાર્થિક નય. આ નયોમાં જ બધા નયોનો સમાવેશ થઈ જાય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy