SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-આત્મા; જીવપદાર્થ. જીવરાશિ-જીવસમુદાય. http://www.ShrimadRajchandra.org જીવાસ્તિકાય-જ્ઞાન દર્શનસ્વરૂપ આત્મા. તે આત્મા અસંખ્યાતપ્રદેશી છે. તેથી અસ્તિકાય કહેલ છે. જોગાનલ-ધ્યાનરૂપી અગ્નિ. નાત-જાણેલ. જ્ઞાનપુત્ર ભગવાન મહાવીર: જ્ઞાન નામના ક્ષત્રિય વંશના. પરિશિષ્ટ પ જ્ઞાના-જાણનાર; આત્મા; પ્રથમાનુયોગના સૂત્રનું નામ. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય તે. જ્ઞાન આત્માનો ધર્મ છે, જ્ઞાનધારા-જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનવૃદ્ધ-જ્ઞાનમાં જે વિશેષ છે તે. જ્ઞાનાક્ષેપકવંત-સમ્યદૃષ્ટિ આત્મા; જ્ઞાનપ્રિય જ્ઞેય-જાણવા યોગ્ય પદાર્થો. ત તત્ત્વ-રહસ્ય; સાર; સત્પદાર્થ; વસ્તુ, પરમાર્થ- યથાવસ્થિત વસ્તુ તત્ત્વજ્ઞાન-તત્ત્વસંબંધી જ્ઞાન. તત્ત્વનિષ્ઠા-તત્ત્વમાં આસ્થા. તત્પર-એકધ્યાન; બરાબર પરોવાયેલું; તૈયાર. તદાકાર તેના જ આકારનું; તન્મય; લીન. તદ્રુપ-કોઈ પણ પદાર્થમાં લીનતા. તન-શરીર. તનય-પુત્ર. તપ-ઇંદ્રિયદમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ; ઉપ- વાસાદિ બાર પ્રકારે છે. તમ-અંધારું. તમતમપ્રભા સાતમી નરક તમતમા-ગાઢ અંધકારવાળી સાતમી નરક. નાર-ચોર. નંનહારક-વાદવિવાદનો નાશ કરનાર, તાદાત્મ્ય-એકતા; લીનતા. તારતમ્ય ઓછાવત્તાપણું. તિરોભાવ ઢંકાઈ જવું. નિય પ્રચય-પદાર્થના પ્રદેશોનો સંચય; બહુ- પ્રદેશીપણું, તીર્થ-ધર્મ; તરવાનું સ્થાન; શાસન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ સમુદાય, ગંગા, જમુનાદિ લૌકિક તીર્થ છે. તીર્થકર-ધર્મના ઉપદેશનાર, જેના ચાર ઘનઘાતી કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થકર નામ- કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર, તીવ્રજ્ઞાનદશા-જે દશામાં જ્ઞાન અતિશય આત્મ- નિષ્ઠ હોય. તીવ્રમુમુક્ષુતા ક્ષણે ક્ષણે સંસારથી છૂટવાની ભાવના; અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે વર્તવું. (પત્રાંક ૨૫૪) તુચ્છ સંસારી-અલ્પ સંસારી, સ્ટમાંન-પ્રસાદ રાજ્ય ત્રણ મનોરથ-(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, (ર) પાંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણ- કાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ. ત્રણ સમકિત-(૧) āપશમ સમકિત, (ર) ક્ષાયિક સમકિત અને (૩) લાયોપામિક સમકિત; અથવા (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (ર) પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. (પત્રાંક ૭૫૧) ત્રસ-બે ઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌ ઇંદ્રિય તથા પંચનિય જીવોને ત્રસ કહે છે. ત્રિદંડ-મનદંડ, વચનદંડ, કાયદંડ, ત્રિપદ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ; જીવ, અજીવ તથા બેના સંયોગરૂપ અવસ્થા. ત્રેસઠશલાકાપુરુષ-૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલભદ્ર એમ 3 ઉત્તમ પુરુષો છે. દમ-ઇન્દ્રિયોને દબાવવી તે, દશ અપવાદ-આ દશ અપવાદોને આશ્ચર્ય પણ કહેવામાં આવે છે. (૧) તીર્થંકર પર ઉપસર્ગ, ૮૮૫
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy