SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org નરકગતિ-જે ગતિમાં જાવોને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છેઃ રત્નપ્રભા, શર્કરાપ્રમા, વાલુકાપ્રભા, ટૂંકમાં, ધૂમપ્રભા, સમપ્રભા તથા મહાનમપ્રભા તમતમપ્રભા) (તત્ત્વાર્થસૂત્ર નરગતિ-મનુષ્યગતિ, નવઅનુદિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલોકમાં નવર્ણવથિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેઓમાં સમ્યગ્દષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી ચ્યવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને મોક્ષે જાય છે. નવકારમંત્ર જૈનોનો અત્યંત માન્ય મંત્ર “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આય- રિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ- સાહૂણં' આ નવકાર મંત્ર છે. જુઓ મોક્ષમાળા પાઠ ૩૫. પરિશિષ્ટ પ નવકેવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણો પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યકૃત્વ, શાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંત- ભોગ, અનંત ઉપભોગ, અનંતવીર્ય. (સર્વાર્થ- સિદ્ધિ અ. ૨) નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણ પરમાત્મા શ્રીકૃષ્ણ નાસ્તિઅભાવ. નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર, નિકાચિત કર્મ-જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગોદ એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય. નિજ છંદ પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. નિદિધ્યાસન-અખંડ ચિંતવન, નિબંધન-બાંધેલું, નિયતિ-નિયમ: ભાગ્ય; જે થવાનું છે તે નિરંજન-કર્મકાલિમા રહિત, નિરુપક્રમ આયુષ-જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ. નવગૈવેયિક-સ્વર્ગોની ઉપર નવગૈવેયિકોની રચના છે.નિગ્રંથ-સાધુ, જેની મોહની ગાંઠ છૂટી છે. ત્યાં બધા અમિન્દ્રો હોય. તે વિમાનોનાં નામ આ પ્રમાણે છેઃ સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર (ત્રિલોકસાર) નવતત્ત્વ-જીવ, જીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ) નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છેઃ કાલનિધિ, મહાકાલ- નિધિ, પાંડુનિધિ, માણવનિધિ, સંનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ નવ નૌકાય-અલ્પ કષાયને નોકષાય કહે છે. તે નોકષાયો નવ પ્રકારના છેઃ હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, નિગ્રંથિની સાધ્વી. નિર્જરા-અંશે અંશે કર્મોનું આત્માથી છૂટા પડવું. નિયુક્તિ-શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મોક્ષ. ૮૮૭ નિર્વિકલ્પ-નિરાકાર દર્શનોપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પોનો અભાવ. નિર્વિચિકિત્સા-સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા- ત્માઓના મલિન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવો. નિર્વેદની કથા જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હોય તેવી કથા. નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર, નિહાર-શૌચ; મલત્યાગ. નેકી-ઈમાનદારી; ભલાઈ નેપથ્ય-નાટકના પડદાની પાછળ: અંતર. નૈષ્ઠિક-કાહવાના નૌતમ-નવીન (નવતમ).
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy