SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૭૯૩ પણ, (નેપચ્ય)- આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું કે ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. 'જને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી.' એટલી બધી બેદરકારી ? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ; તમે શું કહો છો ? ‘એને આમંત્રણ-અનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૃપસુખમાં વિરાજમાન છે.' એ મને બતાવો. એકદમ-બહું ત્વરાથી, ‘તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જાઓ.' હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨ ] અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ.........અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે, ‘ક્રમે કરીને થઈ શકશો.’ તે ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઈએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.’ “થવું નહીં સંભવે” એ તમારાં વચન તમે પાછાં લો. ક્રમ ત્વરાથી બતાવો, અને તે પદમાં તુરત મોકલો. ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.’ ઇછ્યું કે તેઓ આવ્યા;- | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩ | તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.' એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગીઓ છે. હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૪] ૪ થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી; કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો ? કરવા માટે તત્પર થાય એટલે થયું.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy