SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વૃદ્ધઃ- તમે ત્વરા ન કરો. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધઃ- આ “પ'ના અંકવાળો એ કંઈક પ્રયત્ન પણ કરે છે. બાકી ૪'ના પ્રમાણે છે. '' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. 'હું' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ન છે. ‘૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજ્જ્વળ, પણ તે જ જાતિના છે. ‘૧૧’ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે બારમે જ હું-હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશો. પિતાજી, તમે મહાભાગ્ય છો. આવા અંક કેટલા છે ? હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫ | વૃદ્ધઃ- ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ‘૧૩-૧૪’ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ‘૧૩ યત્કિંચિત્ આવે; પણ 'પૂર્વક હોય તો તેઓનું આગમન થાય, નહીં તો નહીં. ચૌદમાનું આગમનકારણ માગશો નહીં, કારણ નથી. (નેપથ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરો. હું સહાયક થઉં છું." ચાલો. ૪ થી ૧૧-૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીઓ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું- એ જ તમારો કલ્યાણમાર્ગ, જાઓ તો ભલે; અને આવો તો આ સમુદાય રહ્યો. (સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ) ܀܀܀܀܀ ઊઠીને ભળી ગયો. હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૭ | કાયાનું નિયમિતપણું. વચનનું સ્થાાદપણું. મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ, ) હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૮ આત્મસાધન દ્રવ્ય- હું એક છું. અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. ૧. પૂર્વકર્મ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy