SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જનક વિદેહી વિષે લક્ષમાં છે. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ܀܀܀܀܀ ૩૧૧ મુંબઈ, પોષ સુદ ૩, રવિ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો લાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે, શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે; જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે, રાયસિદ્ધારથ વંશ વિભુષણ, ત્રિશલા રાણી જાયો રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયો રે, નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; નુભવ વઝુ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નરનારી રે, ૩૧૨ ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ. જનક વિદેહીની વાત લક્ષમાં છે. કરસનદાસનું પત્ર લક્ષમાં છે. ܀܀܀܀ મુંબઈ, પોષ સુદ ૫, ભોમ, ૧૯૪૮ બોધસ્વરૂપના યથાયોગ્ય ૩૧૩ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. મુંબઈ, પોષ સુદ ૭, ગુરુ, ૧૯૪૮ આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; ગુરુ-અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇછ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાન અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો, બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy