SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૧૪ ૩૧૧ મુંબઈ, પોષ સુદ ૧૧, સૌમ, ૧૯૪૮ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; મૂંગી ઇલિકાને ચટકાવે, તે મૂંગી જગ જોવે રે. ܀܀܀܀܀ આતમધ્યાન કરે જો કોઉં, સૌ ફિર ઋમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એ તત્ત્વ ચિત્ત ચાવે. ૩૧૫ મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કોઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તોપણ અપૂર્વવત્ માનવાં. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ, એ જ ૩૧૬ 'એક પરિનામકે ન ફરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્દી ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહૂં ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ. અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; શ્રી બોધસ્વરૂપના થયાયોગ્ય. મુંબઈ, પોષ વદ ૩, શિવ, ૧૯૪૮ જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરનું હૈ.' -સમયસાર ૩૧૭ ‘એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’ મુંબઈ, પોષ વદ ૯, રવિ, ૧૯૪૮ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન(જ્ઞાન)સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;* તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy