SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૦૭ 30 આણંદ, માગશર સુદ ૨, ગુરુ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. ܀܀܀܀܀ ૩૦૮ ૐ સત્ શ્રી સહજ સમાધિ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરુપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સત્સંગી 'પર્વત'ને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. ܀܀܀܀܀ ૩૦૯ મુંબઈ, માગશર વદ ૦)), ગુરુ, ૧૯૪૮ ''અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે , પૂજું પદ નિશ્ચાવ રે.”- (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. ૩૧૦ લિત યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. ܀܀܀܀܀ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓધ નજરને ફરે રે; ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતÊષ્ટિને હેરે રે, યોગનાં બીજ ઈહાં ગ્રહે, 'જિનવર' શુદ્ધ પ્રણામો રે; ‘ભાવાચારજ' સેવના, ભવ સ્પ્રંગ સુદામો રે. ܀܀܀܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy