SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૧૧૩ (વિપાકવિચય), ૪. સંઠાળવિનય (સંસ્થાનવિચય). ૧. આજ્ઞાવિચય- આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અર્હત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય ? એવું જે ચિંતન કરવું તે 'આજ્ઞાવિચય' નામે પ્રથમ ભેદ છે. ૨. અપાયવિચય- રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે ‘અપાયવિચય’ નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩. વિપાકવિચય- હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ છે. ૪. સંસ્થાનવિચય- ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનુકોટીએ તીરછો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવ્યંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થંકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમાણેમિ, કલ્લાણં મંગલ, દેવર્ય, ચેઈય, પ′વાસામિ' એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરી તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઇષત્ પ્રાગ્મારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવત્ પ′વાસામિ.” તે ઊર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લોકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યક્ત્વરહિત કરણીથી અનંતી વાર જન્મમરણ કરી સ્પર્શી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે સંસ્થાનવિચય” નામે ધર્મધ્યાનનો ચોથો ભેદ છે, એ ચાર ભેદ વિચારીને સમ્યકત્વસહિત શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મમરણ ટળે, એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન-ભાગ ૨ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧. આજ્ઞારુચિ- એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. ૨. નિસર્ગરુચિ- આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગરુચિ કહે છે. 3. સૂત્રરુચિ- શ્રુતજ્ઞાન અને અનંત તત્ત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનોનું જેમાં ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે સૂત્રરુચિ. ૪. ઉપદેશરુચિ- અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાને કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાર્યાં કર્મ તે સમ્યભાવથી ખપાવીએ, સમ્યક્ભાવથી નવાં કર્મ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાાં કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાર્યાં કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપા′ કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇંદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાČ કર્મ તે સંવરે કરી ખપાવીએ, તપરૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાડીને જ્ઞાનાદિક સંવર માર્ગ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy