SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરો, મનોહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધાં સુઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યાં એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પોતાનાં કુટુંબીને મળ્યો. તે બધાંએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો ? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ- પણ તે કેવી ? તે તો અમને કહે. ભીલ- શું કહું, અહીં એવી એક્કે વસ્તુ જ નથી. કુટુંબીઓ- એમ હોય કે ? આ શંખલાં, છીપ, કોડાં કેવાં મજાનાં પડ્યાં છે ! ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી ? ભીલ- નહીં, નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના સોમા ભાગની કે હજારમા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે; આથી તે પછી સારું શું હશે ? હે ગૌતમ ! જેમ એ ભીલ રાજવૈભવસુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો; છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમાં ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે; એઓને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સતૃસુખનો વિચાર નથી. કોઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી; અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણી અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તો તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે ? આ તો સ્થૂળ દૃષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દૃષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. શિક્ષાપાઠ ૭૪. ધર્મધ્યાન-ભાગ ૧ ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. . માળાવિનય (આજ્ઞાવિચય), ૨. સવાયવિનય (અપાયવિચય), રૂ. વિવાવિનય
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy