SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ( ૧૪ ) પિપાસા સંતોષવા અથવા આત્માર્થીઓને આત્મોન્નતિમાં પ્રગતિમાન થવા માટે ગુર્જરભાષામાં આ એક અપૂર્વ સાહિત્ય છે. મોક્ષાર્થીઓને નિજ શુદ્ધ સહજ આત્મ તત્ત્વની ઉપાસનાથી પરમાનંદમય મોક્ષમહેલમાં સુગમતાથી ચઢી જવા માટે આ એક દુષમકાળમાં અનોખું જ અવલંબનરૂપ સોપાન સમાન ઉપકારક થાય તેમ છે. એમાં વિવિધ પારમાર્થિક વિષયોને સ્પર્શતું, મુખ્યપણે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે અને સુગમ પ્રકારે દર્શાવતું, અમૂલ્ય છૂટાં વેરાયેલાં વચનરત્નોના પ્રકાશથી સર્વત્ર ચમકતું. રત્નાકર સમાન અગાધ, સર્વત્ર શાંત રસ ભરેલું ઉચ્ચતમ આધ્યાત્મિક સાહિત્ય ભર્યું પડ્યું છે. તે ખોજકને અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિથી પરમ શ્રેયને પ્રાપ્ત કરાવે તેવા નિધાન-ખજાના સમાન છે. એ તત્ત્વસાધકોને પરમાનંદની સાધનામાં સહાયરૂપ બની પરમ શ્રેયનું કારણ થાઓ ! અથવા વિન્ધમુવમંડનં મવતુ । વિદ્વાનોના મુખના આભૂષણરૂપ બનો ! પ નંદ અજ્ઞાનવશાત્ બાહ્યદેષ્ટિથી વા લૌકિકભાવથી કે તેવા કોઇ આગ્રહથી કે સંકુચિત માનસથી શ્રીમને માત્ર ગૃહસ્થ, ઝવેરી, કે કવિરૂપે ઓળખી બેસવામાં જો કવચિત્ ભૂલ થતી હોય તો જરા ગુણાનુરાગ કે પ્રમોદભાવનાથી, સત્યને શોધવાની અને સ્વીકારવાની વિશાળ દૃષ્ટિ રાખી, નિરાગ્રહપણે આ ગ્રન્થનું અવલોકન વા અભ્યાસ કરવામાં આવશે તો અવશ્ય એટલું દૃષ્ટિગોચર થવા યોગ્ય જ છે કે શ્રીમદ્ એ કોઇ સામાન્ય કોટિના મનુષ્ય નહિ પણ ઈશ્વર કોટિના મનુષ્ય અથવા મનુષ્યદેહે પરમાત્મા, પરમ જ્ઞાનાવતાર, પ્રગટ ધર્મમૂર્તિરૂપે જ ભારતને વિભૂષિત કરી ગયા છે. પૂર્વે અનેક ભવોમાં સાધેલા યોગના ફળરૂપે આ ભવમાં અપૂર્વ આત્મસમાધિ સાધી ગયેલ કોઇ અદભુત યોગીશ્વર જ છે, પા 1 3,, gr ૧૯૫૬ પરમ જ્ઞાનાવતા ૯૪૮ “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ એ કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી........ }}} * R બીક ૨૫૫ “કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુકત દશા વગરનું યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી......... "ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક "તું હિ તું સુલભ લાગતું નથી..................એક પર રાગ અને એક પર દ્વેષ એવી श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था वाणीया (सौराष्ट्र) આંક ૧૩૪ પ્રિય છે. એ જ જોઇએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હિ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.” देहविलय આંક ૧૪૪ “નિરંજન પદને બુઝનારા નિરજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી કયાંથી શકીશું ૧૯૪ ૧૯૪૬ || མི་ ག ང་ આંક ૧૮૭ “.....મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસગંતા ભિન્ન ભિન્ન અવસ્થા વિના પરમ દુ:ખ થાય છે. થમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.' આંક ૨૧૭ ''સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.” આંક ૩૧૩
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy