SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ( ૧૩ ) જ મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તો તે કેવળ કાનને જ - એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઇ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ, એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિ(શ્રીમદ)ની હતી. ...આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. ....એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન," કેવળ ક્લેશ અને દુઃખનો દરિયો એવો આ અસાર સંસાર તેમાં જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ, આદિ ત્રિવિધ તાપમય દુઃખદાવાનળથી પાયે સર્વ જીવો સદાય બળી રહ્યા છે. તેમાંથી બચેલા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ સમાન, પરમ શાંતિના ધામરૂપ માત્ર એક આર્ષ દ્રષ્ટા તત્ત્વવેત્તા સ્વરૂપનિષ્ઠ મહાપુરુષો જ ભાગ્યવંત છે. તેમનું જ શરણ, તેમની વાણીનું અવલંબન એ જ ત્રણ લોકને ત્રિવિધ તાપ-અગ્નિથી બચાવવા સમર્થ ઉપકારક છે. છે. નવલ R કેન તથાપિ “માયામય અગ્નિથી ચૌદે રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે. અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ-અગ્નિથી બન્યા કરે છે. તેને પરમ કાસ્થ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે.” “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો ? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઇ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જો વિચા એવા અનેક પ્રશ્નો કદાયમાં તે ધ્વનિથી પ રહે सहजात्म स्वरूप सद्गुरु જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ ..........એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે......ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યુ છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ।" ા ! આમ આવા સમર્થ તત્ત્વવિજ્ઞાની મહાભાગ્ય યોગે જ પ્રાપ્ત થવા યોગ્ય છે.. जन्म वि. संवत् १९२४ कार्तिक शुद्ध १५ देहविलय હો ક ૮૩ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષની અનુભવયુક્ત વાણીનું અવલંબન કોઈ वि.संवत् १९५७ चैत्र कृष्ण ५. શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વજિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસાને પરિતૃપ્ત કરે અને આત્માર્થીઓના હૃદયમાં આત્મજ્યોતિ પ્રગટાવે એવા એક સમર્થ તત્ત્વવેત્તા આ કાળમાં આપણાં અહોભાગ્યે થઈ ગયા છે. તેમની અમૃતતુલ્ય અમૂલ્ય શ્રીમદ રાજ ભિન્ન ભિન્ન અવસ્થા વાણી આપણા હાથમાં આવે છે એ જ આપણાં મહાભાગ્ય છે, તેના વાંચન મનન અને પરિશીલનથી આપણે આપણું શ્રેય સાધી લઈએ તો જ તે પ્રાપ્તિની સાર્થકતા છે. તેમનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તે સર્વ આ ગ્રન્થમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ સાહિત્ય તત્ત્વજ્ઞાન વા આધ્યાત્મિક ક્ષેત્રમાં અત્યુત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. તત્ત્વરસિકજનોને તત્ત્વ-
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy