SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પ્રવચનસાર શાસ્ત્રમાં અલિંગ ગ્રહણ : જ છે. ખરેખર વિચારવામાં આવે તો લક્ષમાં આવશે શબ્દમાંથી વીસ પ્રકારના અલગ ભાવો આચાર્યદેવ · કે જ્યારે જીવ ઈન્દ્રિયને સાધન બનાવીને જાણપણું દર્શાવે છે. તેમાં લિંગ અને ગ્રહણ શબ્દના અલગ કરે છે તે સમયે પણ જ્ઞાન તો વાસ્તવિકપણે પ્રકારે અર્થ ક૨વામાં આવે અને ‘અ' અક્ષર અતીન્દ્રિય જ છે. અર્થાત્ તે સમયે પણ ઈન્દ્રિયો નકારાત્મકરૂપે તેની સાથે જોડીને તેમાંથી નવા નવા જરાપણ જાણવાનું કાર્ય કરતી નથી. જ્ઞપ્તિ ક્રિયા ભાવો ખોલવામાં આવે છે. તો જ્ઞાન ગુણનું જ પરિણમન છે. ચશ્મા પહેર્યા વિના ન વાંચી શકનારને પણ ચશ્મા તો પ્રકાશના કિરણોને આંખના પડદા ઉપર વ્યવસ્થિત લાવવાનું જ કામ કરે છે. જોવાનું કાર્ય તો તે સમયે પણ આંખનો પડદો જ કરે છે. તેમ ઈન્દ્રિય જ્ઞાન સમયે પણ જાણવાનું કાર્ય તો જ્ઞાન ગુણ જ કરે છે. તે અપેક્ષાએ જ્ઞાનની પર્યાયને તે અતીન્દ્રિયરૂપે કાર્ય કરે છે એમ કહી શકાય. અહીં એ ખ્યાલમાં રાખવું કે તે પર્યાય વર્તમાનમાં અરૂપીને વિષય કરતી નથી. બોલ નં. ૧ :- જીવ જ્ઞાન સ્વભાવી છે. તેથી જીવ સદાય જાણવાનું કાર્ય કરે છે. અનાદિ કાળથી એ પ્રકારે જીવ ઈન્દ્રિય જ્ઞાન કરતો આવ્યો છે. આ બોલમાં લિંગનો અર્થ ઈન્દ્રિય અને ગ્રહણનો અર્થ જ્ઞાન કરે છે અને ફરમાવે છે કે જીવ ઈન્દ્રિય વડે જાણતો નથી. પ્રત્યક્ષ અનુભવ કરતાં આ વાત તદ્દન જાદી લાગે છે. પ્રાથમિક જીવને સમજાવવામાં આવે કે ટેબલ એ જીવ નથી પરંતુ કૂતરો જીવ છે. ત્યાર બાદ મડદુ દેખાડીને તે જીવ નથી પરંતુ રાગ દ્વેષને કરે અને ઈન્દ્રિય સુખ દુઃખને અનુભવે તે જીવ કહેવામાં આવે. ત્યારબાદ રાગ દ્વેષ કરે તે જીવનું લક્ષણ નથી. જ્ઞાન એ જીવનું લક્ષણ છે. એમ એક પછી એક રીતે તેને સમજાવવામાં આવે. સમયસાર કર્તા કર્મ અધિકારમાં રાગને વિભાવ ક્રિયા કહીને તેનો નિષેધ કર્યો છે. જ્યારે જ્ઞાન સ્વાભાવિક ક્રિયા હોવાથી તેને માન્ય રાખી છે. હવે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે રાગ અને જ્ઞાન બે વચ્ચે સ૨ખામણી કરીએ ત્યારે રાગ એ વિભાવ કાર્ય છે. જ્યારે જ્ઞાન તો જીવનો સ્વભાવ છે. પરંતુ જ્યારે પરમાત્માના જ્ઞાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઈન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન જ નથી એમ કહેવાનો પ્રસંગ આવે. : આ રીતે જ્ઞાનનું કાર્ય સ્વતંત્રપણે નક્કી કર્યા બાદ પણ જો ઈન્દ્રિયને સાધન ન બનાવે તો જાણપણું થતું નથી એવો બધાને અનુભવ છે તેથી માત્ર યુક્તિના આધારે ઈન્દ્રિયનો નિષેધ થતો નથી. રાત્રે સુતા સમયે આપણે સમગ્ર ઈન્દ્રિયનો ઉપયોગ બંધ કરી દઈએ છીએ ત્યારે ઉંઘ આવી જાય છે. અર્થાત્ જ્ઞાન ગાફેલ થાય છે માટે અજ્ઞાની જીવ ન્યાયના આધારે ઈન્દ્રિયનો ઉપયોગ છોડવા તૈયાર થતો નથી. એવા જીવને હવે બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તારે રૂપી વિષયો જાણવા છે કે પોતાના સ્વભાવને જાણવો છે? જો રૂપી વિષયો જાણવાનું પ્રયોજન હોય અને તું અલ્પજ્ઞ છો તો તારે ઈન્દ્રિયોનું અવલંબન લેવું જ પડશે. જ્ઞાનીને પણ કેટલા વાગ્યા તે જાણવાનું મન થાય તો ઘડિયાળ સામે જોવું પડશે. આંખને સાધન બનાવવું પડશે. પરંતુ જો તેને જ્ઞાયકને જાણવો હશે તો ઈન્દ્રિયો નકામી છે. ઈન્દ્રિયનો વિષય માત્ર રૂપી આ બોલમાં આત્માને અતીન્દ્રિય જ્ઞાનમય કહેવામાં આવ્યો છે. આત્મા સ્વયં જ્ઞાનમય છે. તેને જ્ઞપ્તિ ક્રિયા માટે ઈન્દ્રિયના અવલંબનની જરૂર નથી માટે તેને અતીન્દ્રિય કહેવામાં આવે છે. આ રીતે : આત્મ સ્વભાવને અતીન્દ્રિય જ્ઞાનમય કહે તે યોગ્ય : પદાર્થ જ છે. તેથી જો પાત્ર જીવ પોતાના સ્વભાવને પ્રવચનસાર - પીયૂષ ૧૯૭
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy