SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ IV સમયસાર સિદ્ધિ ભાગ-૨ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય ? પૂ. ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. - પૂ. નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂ. ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂ. ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂ. ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે. “શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ”ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશા આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળત્ત્વને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી” તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની જીવ અધિકારની પૂર્ણતારૂપે ૧૩ થી ૩૮ ગાથા તથા તે ઉપરના શ્લોકો ઉપર પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. પ૩ થી ૧૧૧ સમયસાર સિદ્ધિ ભાગ-રમાં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં આવે તો નવા નવા
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy