SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડયા છે અમૃત વહેવરાવ્યા છે. છે સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ! આ તો પ્ર... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. જી સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સતને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ ભૂલાવ્યા છે. છે સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. છે સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણ લોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂ. ગુરુદેવશ્રીએ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને કયાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂર આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂ. ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy