SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] નિયમસાર | [ ભગવાનશ્રીકુંદકુંદ पल्योपमायुषः। रत्नशर्करावालुकापंकधूमतमोमहातमःप्रभाभिधानसप्तपृथ्वीनां भेदान्नारकजीवाः सप्तधा भवन्ति। प्रथमनरकस्य नारका ह्येकसागरोपमायुषः। द्वितीयनरकस्य नारकाः त्रिसागरोपमायुषः। तृतीयस्य सप्त। चतुर्थस्य दश। पंचमस्य सप्तदश। षष्ठस्य द्वाविंशतिः। सप्तमस्य त्रयस्त्रिंशत् । अथ विस्तरभयात् संक्षेपेणोच्यते। तिर्यञ्चः सूक्ष्मैकेन्द्रियपर्याप्तकापर्याप्तकबादरैकेन्द्रियपर्याप्तकापर्याप्तकद्वींद्रियपर्याप्तकापर्याप्तकत्रीन्द्रियपर्याप्तकापर्याप्तकचतुरिन्द्रियपर्याप्तकापर्याप्तकासंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकसंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकभेदाचतुर्दशभेदा भवन्ति। भावनव्यंतरज्योतिःकल्पवासिकभेदाद्देवाश्चतुर्णिकायाः। एतेषां चतुर्गतिजीवभेदानां भेदो लोकविभागाभिधानपरमागमे दृष्टव्यः। इहात्मस्वरूपप्ररूपणान्तरायहेतुरिति पूर्वसूरिभिः सूत्रकृद्भिरनुक्त इति। અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહાતમ:પ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારકજીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ,છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે. હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેવામાં આવે છે : તિર્યંચોના ચૌદ ભેદ છે : (૧૨) સૂક્ષ્મ એ કેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩૪) બાદર એ કેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫૬) દ્વીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭૮) ટીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧૧૨) અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩૧૪) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત. દેવોના ચાર નિકાય (સમૂહ) છે : (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી. આચારગતિનાજીવોના ભેદોના ભેદલોકવિભાગનામનાપરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂરકર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે :]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy