SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૨૯ व्युच्छिन्नतया सदा सन्निहितपरमचिद्रूप श्रद्धानेन अनेन स्वभावानंतचतुष्टयेन सनाथम् अनाथमुक्तिसुन्दरीनाथम् आत्मानं भावयेत् । इत्यनेनोपन्यासेन संसाखततिमूललवित्रेण ब्रह्मोपदेशः कृत इति । (માહિની) इति निगदितभेदज्ञानमासाद्य મનઃ परिहरतु समस्तं घोरसंसारमूलम् । सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ॥ १८ ॥ (અનુત્તુ) परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे । निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् દુધઃ ॥૧૬॥ સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદાનિકટ એવી ૫૨મ ચૈતન્યરૂપની શ્રદ્ધા—એ સ્વભાવઅનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માને—અનાથ મુક્તિસુંદરીના નાથને—ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ અનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો—અનુભવવો). આમ સંસારરૂપી લતાનું મૂળછેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથીબ્રહ્મોપદેશ કર્યો. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે :] [શ્લોકાર્થ :—] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત `સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપ૨ (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮. = [શ્લોકાર્થ :—] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (–આત્માને) ભાવવો. ૧૯. ૧. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના. ૨. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy