SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂાવિત્રીડિત) शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद् द्वेषाम्भःपरिपूर्णमानसघटप्रध्वंसनात् पावनम् । ज्ञानज्योतिरनुत्तमं निरुपधि प्रव्यक्ति नित्योदितं भेदज्ञानमहीजसत्फलमिदं वन्यं जगन्मंगलम् ॥२०॥ (માક્રાંતા) मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं निर्व्याबाधं स्फुटितसहजावस्थमन्तर्मुखं च। लीनं स्वस्मिन्सहजविलसच्चिच्चमत्कारमात्रे स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम् ॥२१॥ सहजज्ञानसाम्राज्यसर्वस्वं शुद्धचिन्मयम् । ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम् ॥२२॥ [શ્લોકાર્થ :–] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત રાગનો વિષય કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, નિરુપધિ અને નિત્યઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદ જ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ વંઘ છે, જગતને મંગળરૂપ છે. ૨૦. [શ્લોકાર્થ –]આનંદમાં જેનો ફેલાવ છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાં–સહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્યમત્કારમાત્રમાં–લીન છે, જેણે નિજ જયોતિથી તમોવૃત્તિને (-અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧. [શ્લોકાર્થ –]સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨. ૧. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ. ૨. નિરુપધિ = ઉપધિવિનાની;પરિગ્રહરહિત;બાહ્યસામગ્રીરહિત,ઉપાધિરહિત;છળકપટરહિત–સરળ. ૩. સલ્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy