SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ मतिश्रुतावधिज्ञानानि मिथ्यादृष्टिं परिप्राप्य कुमतिकुश्रुतविभंगज्ञानानीति नामान्तराणि પ્રતિરો ___ अत्र सहजज्ञानं शुद्धान्तस्तत्त्वपरमतत्त्वव्यापकत्वात् स्वरूपप्रत्यक्षम्। केवलज्ञानं सकलप्रत्यक्षम्। 'रूपिष्ववधेः' इति वचनादवधिज्ञानं विकलप्रत्यक्षम्। तदनन्तभागवस्त्वंशग्राहकत्वान्मनःपर्ययज्ञानं च विकलप्रत्यक्षम्। मतिश्रुतज्ञानद्वितयमपि परमार्थतः परोक्षं व्यवहारतः प्रत्यक्षं च भवति। किं च उक्तेषु ज्ञानेषु साक्षान्मोक्षमूलमेकं निजपरमतत्त्वनिष्ठसहजज्ञानमेव। अपि च पारिणामिकभावस्वभावेन भव्यस्य परमस्वभावत्वात् सहजज्ञानादपरमुपादेयं न समस्ति। अनेन सहजचिद्विलासरूपेण सदा सहजपरमवीतरागशर्मामृतेन अप्रतिहतनिरावरणपरमचिच्छक्तिरूपेण सदान्तर्मुखे स्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रेण त्रिकालेष्वસમ્યગ્દષ્ટિને આ ચાર સમ્યજ્ઞાનો હોય છે. મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “કુમતિજ્ઞાન”, “કુશ્રુતજ્ઞાન’ અને ‘વિર્ભાગજ્ઞાન”—એવાં નામાંતરોને (અન્ય નામોને) પામે છે. અહીં (ઉપર કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંતઃતત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણપ્રત્યક્ષ) છે. “પષ્યવઘેઃ (અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપીદ્રવ્યોમાં છે)” એવું (આગમનું) વચનહોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (-જાણનારું) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ . મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. વળી વિશેષ એ કે–ઉક્ત (ઉપર કહેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજપરમતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે; તેમ જ સહજજ્ઞાન (તેના) પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ સહજચિદ્વિલાસરૂપે (૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિહત નિરાવરણ પરમ ચિલ્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ૧. સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોને–વિશિષ્ટસંયમધરોને—હોય છે. ૨. સ્વરૂપપ્રત્યક્ષ = સ્વરૂપે પ્રત્યક્ષ; સ્વરૂપઅપેક્ષાએ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy