SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૨૭ अप्रतिवस्तुव्यापकत्वात् असहायम्, तत्कार्यस्वभावज्ञानं भवति। कारणज्ञानमपि तादृशं भवति। कुतः, निजपरमात्मस्थितसहजदर्शनसहजचारित्रसहजसुखसहजपरमचिच्छक्तिनिजकारणसमयसारस्वरूपाणि च युगपत् परिच्छेत्तुं समर्थत्वात् तथाविधमेव। इति शुद्धज्ञानस्वरूपमुक्तम्। इदानीं शुद्धाशुद्धज्ञानस्वरूपभेदस्त्वयमुच्यते। अनेकविकल्पसनाथं मतिज्ञानम् उपलब्धिभावनोपयोगाच अवग्रहादिभेदाच बहुबहुविधादिभेदाता। लब्धिभावनाभेदाच्छ्रुतज्ञानं द्विविधम्। देशसर्वपरमभेदादवधिज्ञानं त्रिविधम्। ऋजुविपुलमतिविकल्पान्मनःपर्ययज्ञानं च द्विविधम्। परमभावस्थितस्य सम्यग्दृष्टेरेतत्संज्ञानचतुष्कं भवति। વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજ કારણ સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યડે. હવે આ નીચે પ્રમાણે), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે : “ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા અવગ્રહાદિ ભેદથી અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ એવા ત્રણ ભેદોને લીધે) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઋજુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. પરમભાવમાં સ્થિત ૧. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે : ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; “આ કાળું છે', “આ પીળું છે” ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. ૨. મતિજ્ઞાન ચાર ભેદવાળું છે : અવગ્રહ, ઈહા (વિચારણા), અવાય (નિર્ણય) અને ધારણા. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.] ૩. મતિજ્ઞાન બાર ભેદવાળું છે : બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy