SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ અધિકાર [ ૧૯ तस्स मुहुग्गदवयणं पुवावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था॥८॥ तस्य मुखोद्गतवचनं पूर्वापरदोषविरहितं शुद्धम् । आगममिति परिकथितं तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः॥८॥ परमागमस्वरूपाख्यानमेतत् । तस्य खलु परमेश्वरस्य वदनवनजविनिर्गतचतुरवचनरचनाप्रपञ्चः पूर्वापरदोषरहितः, तस्य भगवतो रागाभावात् पापसूत्रवद्धिंसादिपापक्रियाभावाच्छुद्धः परमागम इति परिकथितः। तेन परमागमामृतेन भव्यैः श्रवणाञ्जलिपुटपेयेन मुक्तिसुन्दरीमुखदर्पणेन संसरणवारिनिधिमहावर्तनिमग्नसमस्तभव्यजनतादत्तहस्तावलम्बनेन सहजवैराग्यप्रासादशिखरशिखामणिना अक्षुण्णमोक्षप्रासादप्रथमसोपानेन स्मरभोगसमुद्भूताप्रशस्तरागाङ्गारैः પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮. અન્વયાર્થ –[તી મુવાતવાની તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે [પૂર્વાપરવોષવિરહિત શુદ્ધ] પૂર્વાપર દોષ રહિત (-આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને [ગામમ્ તિ પરિથિત] આગમ કહેલ છે; [તન તુ] અને તેણે [તત્ત્વાર્થી:] તત્ત્વાર્થો [fથતા મ7િ] કહ્યાા છે. ટીકા :–આ, પરમાગમના સ્વરૂપનું કથન છે. તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તાર– કે જે “પૂર્વાપર દોષ રહિત છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂટાની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી “શુદ્ધ છે તે–પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે-કે જે (પરમાગમ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃતછે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહાવમળમાં નિમગ્ન સમસ્ત ભવ્યજનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા * શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના | શિખામણિ સમાન છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે.)
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy