SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः (શાર્દૂત્તવિક્રીડિત) “कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः॥" તથા દિ– (Fત્તિની) जगदिदमजगच्च ज्ञाननीरेरुहान्तभ्रमरवदवभाति प्रस्फुटं यस्य नित्यम् । तमपि किल यजेऽहं नेमितीर्थकरेशं जलनिधिमपि दोर्थ्यामुत्तराम्यू वीचिम् ॥१४॥ પ્રધાનવલ્લભપણું–આવું જેમનું માહાભ્ય છે, તે અહંત છે.” વળી એ જ રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાં–કળશમાં) કહ્યડે છે કે – [શ્લોકાર્થ :-] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જે ઓ એક હજાર ને આઠ લક્ષણો ને ધારણ કરે છે, તે તીર્થકરસૂરિઓ વંદ્ય છે.'' વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થકરની સ્તુતિ કરે છે) : [શ્લોકાર્થ :–]જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (-લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે— જણાય છે, તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂછું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (-દુસ્તર સંસારસમુદ્રને પણ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy