SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ रत्नत्रयस्य भेदकरणलक्षणकथनमिदम्। मोक्षः साक्षादखिलकर्मप्रध्वंसनेनासादितमहानन्दलाभः। पूर्वोक्तनिरुपचाररत्नत्रयपरिणतिस्तस्य महानन्दस्योपायः। अपि चैषां ज्ञानदर्शनचारित्राणां त्रयाणां प्रत्येकप्ररूपणा भवति। कथम्, इदं ज्ञानमिदं दर्शनमिदं चारित्रमित्यनेन विकल्पेन। दर्शनज्ञानचारित्राणां लक्षणं वक्ष्यमाणसूत्रेषु ज्ञातव्यं भवति। (મંત્રાન્તા) मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा ह्यात्मा ज्ञानं न पुनरपरं दृष्टिरन्याऽपि नैव । शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्तमेतद् बुद्ध्वा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः ॥११॥ હર્તા]તેનું ફળ [પરનિર્વાણં મવતિ] પરમ નિર્વાણ છે. [ ૨]વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [તેષાં ગાળ] આ ટાણનું [પ્રત્યે પ્રરૂપણા] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [મવતિ] હોય છે. ટીકા :–રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે. સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરુપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભત રહેલાં) આ ત્રણનું–જ્ઞાન, દર્શન અને ચારિત્રનું–જુદું જુદું નિરૂપણ હોય છે. કઈ રીતે? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે—એમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શનશાનચારિત્રનાં લક્ષણ જણાશે. [હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે :] [શ્લોકાર્થ –] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રય પરિણતિએ પરિણમેલો) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.—આ, મોક્ષને પામનારાઓએ (અહંતભગવંતોએ) કહ્યાં છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy