SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] [ભગવાનશ્રીકુંદકુંદ अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्तम् । यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मकः शुद्धज्ञानचेतनापरिणामः स नियमः । नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूपं ज्ञानदर्शनचारित्रम् । ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्तेः सकाशात् निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति । दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य शुद्धान्तस्तत्त्वविलासजन्मभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरम श्रद्धानमेव મતા નિયમસાર [સારમ્ રૂતિ વચનં] ‘સાર’ એવું વચન [મળતમ્] કહ્યડ છે. ટીકા :—અહીંઆ (ગાથામાં), ‘નિયમ’ શબ્દને ‘સાર’ શબ્દકેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યાં છે. જે સહજ ૧પ૨મ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવઅનંતચતુષ્ટયાત્મક ‘શુદ્ધજ્ઞાન ચેતનાપરિણામ તે નિયમ (–કારણનિયમ) છે. નિયમ (કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (ની) જે ક૨વાયોગ્ય—પ્રયોજનસ્વરૂપ—હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ (૧) પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પ૨મતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ ૧. આ પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [વિશેષ માટે સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જુઓ અને બૃહદ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની ટીકા જુઓ.] ૨. આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમકે તે સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે. [કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.] ૪. વિલાસ=ક્રીડા; મોજ; આનંદ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy