SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ ] નિયમસાર | [ ભગવાનશ્રીકુંદકુંદ क्रोधं क्षमया मानं स्वमार्दवेन आर्जवेन मायां च। संतोषेण च लोभं जयति खलु चतुर्विधकषायान् ॥११५॥ चतुष्कषायविजयोपायस्वरूपाख्यानमेतत् । जघन्यमध्यमोत्तमभेदात्क्षमास्तिस्रो भवन्ति। अकारणादप्रियवादिनो मिथ्यादृष्टेरकारणेन मां त्रासयितुमुद्योगो विद्यते, अयमपगतो मत्पुण्येनेति प्रथमा क्षमा। अकारणेन संत्रासकरस्य ताडनवधादिपरिणामोऽस्ति, अयं चापगतो मत्सुकृतेनेति द्वितीया क्षमा। वधे सत्यमूर्तस्य परमब्रह्मरूपिणो ममापकारहानिरिति परमसमरसीभावस्थितिरुत्तमा क्षमा। आभिः क्षमाभिः क्रोधकषायं जित्वा, मानकषायं मार्दवेन च, मायाकषायं चार्जवेण, परमतत्त्वलाभसन्तोषेण लोभकषायं चेति। અન્વયાર્થ –[ોઘ સમયા] ક્રોધને ક્ષમાથી, [માનું સ્વમાન] માનને નિજ માર્દવથી, મિયાં ૨ માર્ગન] માયાને આર્જવથી [4] તથા [નોર્મ સંતોષે_] લોભને સંતોષથી—[ચતુર્વિઘણીયા] એમ ચતુર્વિધ કષાયોને [વતું નતિ] (યોગી) ખરેખર જીતે છે. ટીકા :–આ, ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદોને લીધે ક્ષમા ત્રણ પ્રકારની) છે. (૧) ‘વિનાકારણ અપ્રિય બોલનારમિથ્યાષ્ટિને વિનાકારણ મને ત્રાસદેવાનો ઉદ્યોગ વર્તે છે, તે મારા પુણ્યથી દૂર થયો;'આમ વિચારી ક્ષમા કરવી તે પ્રથમ ક્ષમા છે. (૨) (મારા પર) ‘વિનાકારણ ત્રાસ ગુજારનારને તાડનનો અને ‘વધનો પરિણામ વર્તે છે, તે મારા સુકૃતથી દૂરથયો;”–આમવિચારીક્ષમા કરવી તે દ્વિતીયક્ષમા છે. (૩) વધથતાં અમૂર્ત પરમબ્રહ્મરૂપ એવામને નુકસાન થતું નથી—એમસમજી પરમસમરસીભાવમાં સ્થિત રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ (ત્રણ) ક્ષમાઓ વડે ક્રોધકષાયને જીતીને, માર્દવ વડે માનકષાયને, આર્જવ વડે માયાકષાયને તથા પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષથી લોભકષાયને (યોગી) જીતે છે. ૧. તાડન = માર મારવો તે ૨. વધ = મારી નાખવું તે ૩. માર્દવ = નરમાશ; કોમળતા; નિર્માનતા. ૪. આર્જવ = ઋજુતા; સરળતા.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy