SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર [ ૨ ૨૭ इह हि सकलकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तमुक्तम्। क्रोधादिनिखिलमोहरागद्वेषविभावस्वभावक्षयकारणनिजकारणपरमात्मस्वभावभावनायां सत्यां निसर्गवृत्त्या प्रायश्चित्तमभिहितम्, अथवा परमात्मगुणात्मकशुद्धान्तस्तत्वस्वरूपसहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति। (શારિરી) प्रायश्चित्तमुक्तमुच्चैर्मुनीनां कामक्रोधाद्यन्यभावक्षये च। किं च स्वस्य ज्ञानसंभावना वा सन्तो जानन्त्येतदात्मप्रवादे॥१८१॥ कोहं खमया माणं समद्दवेणजवेण मायं च। संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए॥११५॥ નિજ ગુણોનું ચિંતન કરવું તે [નિશ્ચયતઃ] નિશ્ચયથી [પ્રાયશ્ચિત્ત મળતનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ટીકા :–અહીં (આ ગાથામાં) સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચયપ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. ક્રોધાદિક સમસ્ત મોહરાગદ્વેષરૂપ વિભાવસ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણપરમાત્માના સ્વભાવની ભાવના હોતાનિસર્ગવૃત્તિને લીધે (અર્થાત્ સ્વાભાવિક–સહજ પરિણતિ હોવાને લીધે) પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે; અથવા, પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધઅંત:તત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત્ત છે. [હવે આ ૧૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –]મુનિઓને કામક્રોધાદિક અન્યભાવોના ક્ષયની જે સંભાવના અથવા તો પોતાના જ્ઞાનની જે સંભાવના (-સમ્યફ ભાવના) તે ઉગ્ર પ્રાયશ્ચિત્ત કહેલ છે. સંતોએ આત્મપ્રવાદમાં આમ જાણ્યું છે (અર્થાત્ જાણીને કહ્યું છે). ૧૮૧. જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માઈવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy