SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૨ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ एवमनेन पद्येन व्यवहारालोचनाप्रपंचमुपहसति किल परमजिनयोगीश्वरः। (પૃથ્વી) जयत्यनघचिन्मयं सहजतत्त्वमुच्चैरिदं विमुक्तसकलेन्द्रियप्रकरजातकोलाहलम्। नयानयनिकायदूरमपि योगिनां गोचरं सदा शिवमयं परं परमदूरमज्ञानिनाम् ॥१५६॥ (મંદાક્રાંતા) शुद्धात्मानं निजसुखसुधावार्धिमजन्तमेनं बुद्ध्वा भव्यः परमगुरुतः शाश्वतं शं प्रयाति। तस्मादुचैरहमपि सदा भावयाम्यत्यपूर्व भेदाभावे किमपि सहजं सिद्धिभूसौख्यशुद्धम् ।।१५७॥ પુરાણ (-સનાતન) છે એવો આત્મા પરમસંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે. તે આત્મા સંસારી જીવોના વચનમનો માર્ગથી અતિક્રાંત (-વચન અને મનના માર્ગથી અગોચર) છે. આ નિકટ પરમપુરુષમાં વિધિ શો અને નિષેધ શો? ૧૫૫. આમ આ પદ્ય વડે પરમ જિનયોગીશ્વરે ખરેખર વ્યવહારઆલોચનાના પ્રપંચનો “ઉપહાસ કર્યો છે. [શ્લોકાર્થ :–] સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ અનઘચૈતન્યમયસહજતત્ત્વ અત્યંત જયવંત છે. ૧૫૬. [શ્લોકાર્થ :–]નિજ સુખરૂપી સુધાનાસાગરમાં ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે; તેથી, ભેદના અભાવની દૃષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજ તત્ત્વને હું પણ સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. ૧૫૭. ૧ ઉપહાસ = મશ્કરી; ઠેકડી; હાંસી, તિરસ્કાર. ૨ અનઘ = નિર્દોષ, મળ રહિત; શુદ્ધ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy