SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ भवत्यहिंसा। तेषां मृतिर्भवतु वा न वा, प्रयत्नपरिणाममन्तरेण सावद्यपरिहारो न भवति। अत एव प्रयत्नपरे हिंसापरिणतेरभावादहिंसाव्रतं भवतीति। तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः (શિરિnt) “अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्रारम्भोऽस्त्यणुरपि च यत्राश्रमविधौ। ततस्तत्सिद्ध्यर्थं परमकरुणो ग्रन्थमुभयं भवानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः॥" તથા હિ– અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર (દોષનો ત્યાગ) થતો નથી. આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે. એવી રીતે (આચાર્યવર) શ્રી સમતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે – “શ્લિોકાર્થ –] જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં તે-તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ !) પરમ કરુણાવંત એવા આપશ્રીએ અને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ અને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.'' વળી (પ૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) : * મુનિને (મુનિ–ોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠવગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ તે વ્યવહાર પ્રયત્ન છે. [શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર પ્રયત્ન પણ કહેવાતો નથી.]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy