SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [પ્રવેશ ત્રીજો ] શ્રેણીકદ્વા૨ા મુનિરાજ ઉ૫૨ ઉપસર્ગ [ શ્રેણીકરાજા બેઠા છે, ત્યાં બૌદ્ધ ગુરુઓ આવે છે. શ્રેણીક ઊભા થઈને પૂછે છે– ] શ્રેણીક: પધારો મહારાજ ! ભોજન કરી આવ્યા? બૌદ્ધ: (૨) : હા રાજન્! શ્રેણીક : મહારાજ! ભોજન પછી આપે ચેલણાને બૌદ્ધધર્મનો કાંઈ ઉપદેશ આપ્યો ? બૌદ્ધ (૧) : હા, રાજન્! ચેલણા રાણીને બૌદ્ધધર્મ સ્વીકારવા માટે અમે ઘણું ઘણું કહ્યું, ધાક-ધમકીઓ પણ આપી, પરંતુ તે જૈનધર્મની હઠ જરા પણ છોડતી નથી. ત્યાં તો ઊલટું અમારું અપમાન થયું... શ્રેણીક: શું અપમાન થયું, મહારાજ! બૌદ્ધ: (૧) : રાજન્ અમારા જ પગની મોજડી ગૂમ કરીને અમને અજ્ઞાની ઠરાવ્યા. શ્રેણીક: મહારાજ ! તમને તમારી મોજડીની ખબર કેમ ન પડી? બૌદ્ધ (૨) : રાજન્! જમવાના સ્વાદમાં એનો ખ્યાલ ન રહ્યો. અને વળી ચેલણાએ અમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરીને અમને ખોટા ઠરાવ્યા... ને ભયંકર અપમાન કરીને કાઢી મૂકયા ! Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy