SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૮ ] શ્રેણીક : મહારાજ! વખત આવ્યે હું પણ ચેલણાના ગુરુનું અપમાન કરીને આનો બદલો વાળીશ. બૌદ્ધ (૨) : હા રાજન! તું બૌદ્ધનો ભક્ત હો તો જરૂર એમ કરજે. શ્રેણીક: જરૂર કરીશ... મહારાજ! [બૌદ્ધગુરુઓ વિદાય થાય છે... બે સૈનિકો પ્રવેશ કરે છે. બન્ને સૈનિકોનો વેશ જુદો જુદો રાખવો.] શ્રેણીક: ચાલો સામન્તો ! આજ તો શિકાર કરવા જઈએ. [જાય છે. સાથે બે સામન્તો છે. શ્રેણીક એકીટસે દૂરથી પડદા તરફ જોઈ રહે છે– ] ( પછી પડદાની અંદર મુનિ પાસે લાઈટ કરવી.) શ્રેણીક: અરે, ત્યાં દૂર દૂર શું દેખાય છે? શું કોઈ શિકાર હાથમાં આવ્યો ? સૈનિક : જી હા, મહારાજ! એ કોઈ શિકાર લાગે છે. બીજો સૈનિક : નહિ મહારાજ! એતો કોઈ મનુષ્ય લાગે છે; વળી એની આસપાસ તેજમય પ્રભામંડળ દેખાય છે; તેથી જરૂર એ કોઈ મહાપુરુષ હશે. શ્રેણીક : ચાલો, નજીક જઈને તપાસ કરીએ. સૈનિક (૧) : મહારાજ, ત્યાં તો કોઈ ધ્યાનમાં બેઠું છે. સૈનિક (૨) : અરે, એ તો જૈન મુનિ છે... અહા, જુઓ તો ખરા એમની મુદ્રા કેવી શાંત છે! જાણે ભગવાન બેઠા હોય-એવું જ લાગે છે. Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy