SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચાર ગતિનાં કારણે વખતે આયુષ્યને બંધ પડી જાય, એમ પણ બને ને ? એવું કાંઈક થઈ જાય, તે પછી તમારી સદ્ગતિમાં જવાની ખાત્રી, એક વાર તે ધૂળમાં મળી જાય ને? કારણ કે--આયુષ્યને બંધ તે જીવનમાં એક જ વાર પડે છે ! દુર્ગતિથી બચવા માટે હૈયે ધર્મ જોઈએ: અમારે અહીંથી જવાનું છે. અહીં અમે ગમે તેટલું સુખ મેળવ્યું હોય ને સાચવી-સંભાળીને રાખ્યું હોય, પણ તે આગળ કામ આવવાનું નથી અને આગળ અમારે સુખ તે જોઈએ જ છે –આવું તે તમારા મનમાં છે જ ને? “એ માટે અમે આ બધી ધર્મક્રિયાઓ કરીએ છીએ અને એથી અમારી દુર્ગતિ નહિ જ થાય—એવી અમારી ખાત્રી છે” એમ તમે માને છે ને? પણ આવી ખાત્રી કેણ રાખી શકે? જેના હૈયામાં ધર્મરૂચિ હોય તે ! ઘરે કે પેઢીએ, જ્યાં જાય ત્યાં બધે અને જે કામ કરતે હેય તે દરેક કામમાં જેનું હૈયું ધર્મવાસિત હોય, વિવેકયુક્ત હોય, તે આવી ખાત્રી રાખી શકે ! એ પાપાચરણ કરે એ બને, તેમ છતાં પણ એ નિર્દ શ્નપણે કહી શકે કે-નિરૂપાયે પાપ કરૂં છું, પણ પાપ કરતાં ય હૈયાને “આ પાપ કરવા જેવું છે” –એવા અધર્મવાળું બનવા દેતે નથી! આવા હૈયાવાળે ખાત્રીથી કહી શકે કેમારી દુર્ગતિ નહિ થાય; પણ એવી દશા આવતાં પહેલાં આયુષ્યને બંધ ન પડ્યો હોય તે ! થેડી પણ ધર્મક્રિયા કરનારે અને સર્વ સમયને માટે ધર્મક્રિયા નથી થઈ શકતી તેનું દુઃખ અનુભવનારે, એની દુર્ગતિ થતી જ નથી. ધર્મ કિયા ગેડી પણ ન કરી શકતા હોય, છતાં પણ હૈયે જે
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy