SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૬૯ ૨૧૩ હરકિસનદાસ હોસ્પિટલમાં ગયા હતા. આપણા એક મુમુક્ષુનું કીડનીનું હતું. ડૉક્ટર બહુ કડક હતો. સીધું કહી દે. મારી સૂચનાથી જરાક આઘુંપાછું કર્યું છે તો આ Case fail જાય એની મારી જવાબદારી નથી. Case fail જશે. ૩૦ વર્ષનો જુવાન માણસ હોય, એને બચાવવો હોય, Case fail ન કરવો હોય તો કેટલી Discipline જોઈએ. કે ભાઈ ! એની સાથે વાત કરવા જાય તો પહેલા બા૨ણે પાટીયું ટીંગાડેલું, Handle પાસે, દરવાજો ખોલે ત્યાં જ તે. જેટલા જાય એટલા ... એના સુવાના રૂમમાં દસ ફૂટ ખુરશી દૂર રાખેલી. ભાઈ ! આ તમારી ખુરશી. દર્દીએ અહીંયાં બેસવાનું અને મળવા આવે એને અહીં બેસવાનું. દસ ફૂટનું અંતર. કા૨ણ કે બેયના મોઢે પટ્ટી. ઓલાના મોઢે પટ્ટી અને આના મોઢે પટ્ટી. ઓલાને તો હજી ખુલ્લું રાખવા દેતા. પણ જે જાય એને તો પટ્ટી બાંધીને વાત ક૨વાની. ૧૦ થી ૧૧ સિવાય કોઈને આવવા નહિ દઉં. એક કલાકમાં જેને આવતું હોય આવી જાય. ગમે તે હોય. Intensive care માં અઠવાડિયું રાખ્યા તો કહે કોઈને મોઢું જોવા નહિ જવા દઉં. એની પત્નીને નહિ, એની માને નહિ, એના બાપને નહિ. કોઈને નહિ. વાત કરવી હોય તો Telephone થી Intercomથી કરો. તમને લાગે કે છોકરો શુદ્ધમાં છે, બેશુદ્ધમાં છે, જીવે છે કે નથી જીવતો. તમારે ખાતરી કરવી હોય તો Telephone ઉપાડીને વાત કરી લ્યો. અંદર નહિ જવા દઈએ. કડકમાં એટલું કડક Discipline. તમે ચંપલ બહાર કાઢો. ઓલાના સ્લીપર પહેરી લો. એક એક ઝીણી ઝીણી વાત. એ વખતે વિચાર આવ્યો હતો કે ગુરુઆજ્ઞા જો આ રીતે ઉપાસે તો બેડો પાર થઈ જાય. ડોક્ટરની સૂચના જે રીતે ઉપાસે છે એ રીતે જો સત્પુરુષની આજ્ઞાને ઉપાસવામાં આવે કે ઝીણામાં ઝીણો એનો એક વિકલ્પ છે Out of discipline નહિ જવાનું. એને માન્ય રાખે તો વાંધો ન આવે. એક જીવની જિંદગી બચાવવા માટે બધાએ આ Discipline પાળવાનું. એને તો પાળવાનું (એટલું જ) નહિ, એની પાસે જવું હોય એ બધાએ પાળવાનું. આટલું કડક Diescipline. ન મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :- હા. આજ્ઞાંકિતપણે રહે એ બચે. કોણ બચે ? આજ્ઞામાં રહે એ. એક જિંદગી બચાવવા માટે આટલું Discipline પાળવું પડે તો અનંત જન્મ-મ૨ણ બચાવવા કેટલું Discipline પાળવું પડે ? એનો ગુણાકાર કરી લેવો જોઈએ. આટલું એને જ્યાં સુધી એની ગંભીરતા સમજવામાં ન આવે, આ લોકો ...
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy