SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ રાજહૃદય ભાગ-૧૩ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કઈ જ્ઞાનવાત લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. ૬૬૯. “સૌભાગ્યભાઈ ઉપરનું Postcard છે. “અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે.” શું કહે છે ? “સોભાગભાઈએ લખ્યું કે આપના તરફથી કોઈ વિગતવાર પ્રત્યુત્તર મળવામાં ઘણો વિલંબ થાય છે અને તેથી પ્રશ્ન લખવાનું સહેજે મન થતું નથી. જે વિચાર આવે એ લખી નાખતા. એમને એમ નથી લાગ્યું કે આમ લખવાથી મારો દોષ છે એની ખબર પડી જશે. એ એમણે વિચાર્યું નથી. મારા દોષ તો વીણી વીણીને મારે કહેવા છે, આગળ કરવા છે અને તો જ મારા દોષનું નિવારણ થશે, તો જ આ સપુરુષ મારા દોષ કાઢવાનો ઉપાય સરખી રીતે મને બતાવી શકશે. કેટલીક વાત હું કહીશ, કેટલીક છૂપાવીશ તો મારા દોષ મૂળમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવી શકે નહિ કોઈ. એવી પરિસ્થિતિ છે. ડોક્ટર પાસે પણ અડધી વાત છૂપાવે અને અડધી કહે તો ડોક્ટર સાચી દવા કરે કે ખોટી કરે ? પછી દવા સરખી કામ ન કરે ત્યારે એમ કહે કે, ભાઈ ! દવા લાગુ ન પડી. દવા લાગુ ન પડી પણ તમે કીધું હતું એના ઉપર તો આ જ દવા છે. તો કહે, પણ બીજું આમ પણ હતું. તો કહે, કેમ તમે બોલ્યા નહિ. એ વાત શું કરવા ન કરી? એને એ કહેવું પડે. આખો Case સરખી રીતે જાણે તો દવા થાય ને ? એમ આ રોગ છે. જીવને દોષ થાય છે એ જીવનો રોગ છે, દશાનો રોગ છે. મૂળ સ્વરૂપ પરિપૂર્ણ નિર્દોષ હોવા છતાં જીવની દશાનો જે ભવરોગ છે, દોષનો રોગ છે એ અનાદિથી ઘર કરી ગયેલો Cronic Disease છે. ઘર કરી ગયેલો રોગ છે. મૂળમાંથી કાઢ્યા વગર એને કોઈ રીતે નિરોગી થવાનો ઉપાય નહિ મળે. અને એના માટે તો એણે પૂરેપૂરું નિવેદન કરવું એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- હા. ચાર ડૉક્ટરને બતાવે અને હમણા “મુંબઈની
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy