SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪.ઉર્ધ્વગ:- આકુળતા-વ્યાકુળતા હૃદયમાં થાય છે. ઉદ્વેગ થતા જ હૃદય તંત્રમાં પરિવર્તનનો પ્રારંભ થાય છે. દિલ કંપે છે. ધડકે છે. એટલે આ ચોઘડિયાને અનાહત સ્થાને ગણવામાં આવે છે. ૫.રોગ:- કોઇ રોગનું મૂળ કારણ પેટ ગણવામાં આવે છે. માથું દુખતું હોય અને ડોકટર પાસે જઇએ એટલે પેલા જ પૂછવામાં આવે કે ગઇ કાલે શું ખાધું હતું? આહારની અસર આપણા મન-મગજ અને દિનચર્યા પર થાય છે. મણિપુર ચક્ર પેટમાં હોય છે. એટલે આ ચોઘડિયાનું સ્થાન પણ મણિપૂર ચક્રમાં જ ગણવામાં આવે છે. ૬. શુભ :- આ ચોઘડિયું સ્વાધિષ્ઠાન સાથે જોડાયેલું છે. આ જગ્યાએ જ આઠ રોચક પ્રદેશો છે. સ્વ નું આ અધિષ્ઠાન છે. પ્રતિષ્ઠાન છે. સ્વાશુભનો સહારો લઇશુધ્ધ અને પરમશુધ્ધ સુધી પહોંચાડે છે. ૭.કાળ :- કાળ ચોઘડિયું આપણી કરોડરજ્જુનાં સૌથી નીચે રહેલા મૂળાધારમાં ગણવામાં આવે છે. કાળ એક પ્રવાહ છે. આપણે જેને સમય કહીએ છીએ તે તો કાળનો એક વિભાગ છે. એક અખંડ તત્વ હોવા છતાં તેને વિભાગોમાં વહેંચી તેની અવિભાજ્ય સત્તાને સ્વીકારવામાં આવી છે. અનાદિકાળથી આપણી ચેતના મૂર્છાને કારણે, મૂઢતાને કારણે સુષુપ્ત પડેલી છે. અનાદિકાલીન મૂઢતા તૂટતા જે પ્રાપ્ત થાય છે તે અનંત કાળ સુધી રહે છે. સાદિ, સાંત, અનાદિ. અનંત વગેરે શબ્દો કાળ વાચક છે. આ ચોઘડિયાઓ વારાફરતી ક્રમાનુસાર બદલાતા રહીને પોતાનું કાર્ય કર્યા જ કરે છે. સાત સ્વરો આરોહ અવરોહમાં વ્યવસ્થિત ગૂંથાઇને રાગ બને છે. એવી જ રીતે નામ મંત્રને ત્રણ પ્રયોગો દ્વારા અંદર પ્રગટ કરી એના દ્વારા સ્વયંના આનંદમય પ્રસન્નમય સ્વરૂપને પ્રગટ કરીએ તો પ્રભુનું સ્મરણ આપણા જીવનનો પ્રસાદ બની જાય. આવો હવે આપણે લોગસ્સ સૂત્રનાં સપ્તર્ષિ મંડળની મુલાકાત લઇએ. આ એકદમ સરળ હોવા છતાં શરૂઆતમાં કોઇને અઘરું લાગે તો ડરતા નહી. એક રાજ હકીકત પામવા માટે સો કષ્ટો સહન કરવા પડે છે. વાસ્તવમાં હકીકત એ છે કે આપણું પોતાનું સ્વરૂપ આત્મસ્વરૂપ યોગાતીત અયોગી સ્વરૂપ છે. એ અયોગી સ્વરૂપમાં આવવા માટે તેને પ્રજવલિત કરવાને માટે આપણે પ્રયોગ અપનાવવો પડશે. અયોગ ને માટે પ્રયોગ. પ્રયોગ ને માટે સંયોગ અને સંયોગ ને માટે સુયોગ જોઇએ. અનાદિકાળનાં ભ્રમણમાં હવે પુણ્યયોગે લોગસ્સનાં કીર્તનનો સુયોગ પ્રાપ્ત થયો છે. સુયોગ પરમતત્વનો સંયોગ કરાવે છે. સંયોગ પરમયોગને પ્રગટ કરવાનો પ્રયોગ પ્રદાન કરે છે અને પ્રયોગ અયોગનો પંથ પ્રકાશિત કરે છે. જેઓ યોગોને [52]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy