SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું પ્રગટ થવું સાક્ષાત્કાર છે. સંસારમાં જે અપ્રગટ છે એ અનુભવમાં નિજ સ્વરૂપમાં પ્રગટ થાય છે તેને સાક્ષાત્કાર કહેવાય છે. આ સરગમ બે રીતે ગતિ કરે છે, જેને આરોહ અવરોહ કહેવામાં આવે છે. આરોહમાં સા..રે..ગ..મ..પ..ધ..નિ..સા..એમ ક્રમવાર ઉપરની તરફ આગળ વધતું જવાય છે. અવરોહમાં સા..નિ..ધ..પ..મ..ગ..રે..સા..એમ નીચે તરફ જવાનું હોય છે. સાતની આ યોજના સ્વરોનાં માધ્યમથી ઉર્જાનાં ઉર્ઘારોહણની યોજના છે. પ્રકૃતિ સાથેની સંયોજના છે. એ તે સમયે જ ગાવામાં આવે છે. રાત્રિનો રાગ રાતનાં અને દિવસનો રાગ દિવસમાં જ ગાવામાં આવે છે, સંગીતનાં સ્વરોનો મહિમા રાગરંજિત છે. અને લોગસ્સમાં મંત્રોનો મહિમા વિરાગ જનિત છે. પ્રત્યેક મંત્ર વીતરાગ પુરુષની ઓળખાણનું ચિહ્ન છે. સાનિધ્યનો સંકેત છે. આપણી ઉર્જાનો સ્રોત છે. આપણી ઉર્જાનાં પ્રવાહને વ્યવસ્થિત રૂપમાં લાવવા, ચલાવવા, પવિત્ર કરવા, પ્રવાહિત કરવામાં નામ મંત્ર સબંધિત બીજી, ત્રીજી અને ચોથી ગાથાનો બહુ મોટો ફાળો છે. સાત સાત નામોની આમાં ગૂંથણી છે. પ્રત્યેક સપ્તક પછી જિણં મંત્રનો બંધ છે. અનુબંધ છે. સાત સ્વર, સૂર્યનાં સાત કિરણો, સાત વાર, મોહનીય કર્મની પ્રકૃતિ સપ્તક, સાત ચોઘડીયા જે આપણા દૈનિક કાર્યક્રમ સાથે જોડાયેલા છે. ચોઘડિયા અંદરો અંદર સાતનો સુમેળ છે. ચોઘડિયા દિવસ અને રાત એમ બે વિભાગોમાં વહેંચાયેલા હોય છે. દિવસ-રાત જેમ નાના-મોટા થાય તેમ તેમ આ સાત વિભાગ ૫ણ વિભક્ત થતાં રહે છે. ચોઘડિયા પ્રમાણે કાર્યારંભ કરવાનું ભારતમાં બહુ જ મહત્વ પૂર્ણ ગણાય છે. ઋષિમુનિઓએ આપણી અંદર રહેલાં સાત ચક્રોમાં સાત ચોઘડિયા ગોઠવી આપ્યાં છે. જેમ કે, ૧.અમૃતઃ ૨.લાભઃ ૩.ચલ: અમૃતનું ચોઘડિયું સહસ્ત્રારમાં છે. મગજમાં છે અને મગજ કુંભકળશ છે, એમા અમૃત ભરો. પ્રાતઃકાળે જ્યારે ચેતા નાડી ખૂલે છે ત્યારે જાગરણની વેળાને અમૃતવેળા કહેવાય છે. આ આજ્ઞા ચક્ર સાથે સબંધ રાખે છે. એ કારણે જ નમસ્કારમાં બન્ને હાથોને કપાળ સુધી લાવવામાં આવે છે. આથી જ આજ્ઞા અને નમસ્કારનો સંબંધ લાભ ચોઘડિયા સાથે છે. ચલ ચોઘડિયાનું સ્થાન વિશુધ્ધિ ચક્રમાં છે. એટલે કે જે ગળામાં માંથી ખાવુ, બોલવું આદિ ક્રિયાઓ નિરંતર ચાલતી જ રહે છે તે ગળામાં જ ચલ ચોઘડિયું ચાલતું રહે છે. તેથી જ તેનું બીજુ નામ ચંચળ પણ છે, મનુષ્ય સિવાય સૌથી વધારે બોલવાની આદત પ્રાણીસૃષ્ટિમાં બીજા કોઇની નથી. મનુષ્ય નિરંતર બોલતો જ રહે છે. એટલે કંઠ સ્થાનમાં ચલ ચોઘડિયું ગણવામાં આવે છે, [51]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy