SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગ અને સુયોગથી નથી જોડતા, તે તત્વ-વિયોગી લોકો નિરંતર કર્મો બાંધ્યે જ રાખે છે. મન, વચન, કાયાનાં ત્રણેય યોગકર્મ બંધનમાં ત્રણ પ્રકારનાં ફેવીકોલ રૂપે છે. જે કર્માણુઓનાં બંધન રૂપે ઉપયોગમાં આવે છે. આ ત્રણેય યોગો જો આપણને પરમ તત્વ સાથે જોડી દેતો તે પ્રશસ્ત યોગબની પરમાર્યમાં સહયોગી બની શકે છે. પ્રત્યેક પ્રયોગોની પોતાની વિધિ હોય છે. પ્રત્યેક વિધિની એક લય હોય છે. જેમ લય દ્વારા સંસાર ચાલે છે. એવી જ રીતે લય દ્વારા સંસાર સમાપ્ત પણ થાય છે. અનાદિ પરિભ્રમણનું કારણ પણ એજ છે કે પરમતત્વ સાથેનો આપણો તાલમેલ તૂટી ગયો છે. ગમે તેટલા પાવરફલ બલ્બ હોય પણ પાવરહાઉસમાંથી વિજળીનો પૂરવઠો જો ન મળતો હોય તો એ બલ્બશા કામનો ? જે વિમાનનો એરપોર્ટ ઓથોરીટી સાથે એરટ્રાફિક કંન્ટ્રોલર સાથે કે રડાર સાથે સંદેશ વ્યવહાર તૂટી ગયો હોય તે સંબંધવિહીન, આચાહીન, લયવિહીન વિમાન આપણા પ્રવાસમાં કઇ રીતે સહયોગી થઇ શકે? તેનું ગમે ત્યારે અને ગમે તે થઇ શકે છે. આપણે પણ પરમાત્માથી વિખૂટાં પડી ગયા છીએ. આપણે ભકિત તો કરીએ છીએ, પણ પરમતત્વ રૂપી રડાર સાથે આપણે સંબંધ કે સંર્પક નથી રાખી શકયાં. આવી સ્થિતિમાં પસાર થતી આપણી જીવનયાત્રા મુકિત સુધી કેવી રીતે પહોંચશે? આરાધના દ્વારા ઉડાણ કરતા રહેવા છતાં પણ સંસારની લોકમાયા દ્વારા તેનું અપહરણ થતું રહે છે. આપણે જોઇ શકીએ છીએ કે સંપૂર્ણ લોક લયબદ્ધ છે. આપણું હદય, મગજ અને પેટ વગેરે અવયવો પણ તાલમેલમાં રહે છે. જો હૃદયનો લય તૂટે તો બાયપાસ કરાવવો પડે છે. મગજનો લય તૂટે તો ભય, ગુસ્સો, ભૂલકણાપણુ વગેરે થાય છે. મગજના કેટલાક ભાગોમાં લયમાં સાધારણ ફરક પડતા બ્લડપ્રેશર, બ્રેઇન હેમરેજ વગેરે થઇ જાય છે. પેટ, લીવર, કિડની તથા બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પોતાનો તાલ મેળ હોય છે. એનો આપણને અનુભવ છે. લયનો મામુલી વિલય પ્રલય મચાવે છે. એ પણ આપણે જાણીએ છીએ. એકાગ્ર બની શાંતીથી સાંભળો. પરમાત્મા આપણી સાથે છે. એટલે કંઇ જ મુશ્કેલી નથી, પ્રસૂતિ પહેલા માતા ગભરાતી હોય છે. બાળક થયા પછી તેના આનંદમાં તેને પ્રસૂતિ પીડાજનક લાગતી નથી, એવી જ રીતે પ્રયોગ પછી પરમાત્મા મિલનનાં આનંદથી બધાં જ દુઃખ દૂર થઇ જાશે. પ્રયોગનાં ત્રણ પ્રકાર છે. (૧). આરોહમય. (૨). આરોહ અવરોહમય અને (૩). આવર્તમય. પ્રથમ પ્રયોગમાં નીચેથી ઉપર તરફ સાતે ચક્રોમાં સાત ગાથાઓ દ્વારા આરોહણ કરવાનું છે. [53]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy