SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાનિધ્ય, સત્સંગ અને સંમેલન દુર્લભ થઇ ગયા. કોઇ પણ પ્રત્યક્ષ મુલાકાતની કોઇ સંભાવના નથી રહી. કોઇ પ્રતિજ્ઞા નથી રહી. આતુરતા, વ્યાકુળતા અને કુતુહલતા. નો કોઇ જવાબ નથી રહ્યો. તરત જ જઇને ચરણોમાં પહોંચી મસ્તક ઝુકાવવાનો હવે કોઇ મોકો નથી. વિસ્મિત નેત્ર, ઉન્નત લલાટ અને ઝુકેલા મસ્તકે જિજ્ઞાસા કોના ચરણોમાં વ્યકત કરવી? હવે તો સ્મરણ, સ્તવન અને કીર્તન જ કરવામાં આવશે. હું તો હજીએ એને સાદ દેતો જ રહીશ. એનું કીર્તન કરતો જ રહીશ. હવે કોઇ નવા તીર્થંકર નથી થઇ શકવાના. ત્યાં તો પહેલા જ ૨૩ તીર્થંકરો તો હતાં જપછી મહાવીર ત્યાં શા માટે ગયા? જેવા એ ૨૩ અને અનંત સિધ્ધો હતાં એજ અવસ્થાને એમણે પ્રાપ્ત કરી લીધી. હું તો ચોવીસે ચોવીસનું સ્મરણ કરીશ. બધાંના નામ સ્મરણ કરીને પોકારીશ કોઇક તો મારો અવાજ સાંભળશે ને ? આ કારણે જ “કિgઇસ્સ” ની આગળ “ચઉવિસંપિ કેવલિ” શબ્દ મૂકવામાં આવ્યો છે. પ્રથમ ગાયામાં પ્રયુકત આ આતુર પોકારનો ગાયા બે થી પ્રારંભ થાય છે. ગાયા બે થી ગાથા ચાર સુધી ચોવીસે જિનેશ્વરોનાં નામો સમાવી લેવામાં આવ્યાં છે. આ સ્મરણ હતું, કીર્તન હતું, પોકાર હતો. પરમાત્માના નામમાં એશક્તિ છે જે સતને ઉજાગર કરે છે. સ્તવને જસાનિધ્યનો આનંદ આપ્યો. મોહનું એક પડ તૂટયું. અખંડ ભકિત ધારામાં અંતઃકરણ ખૂલી ગયું. ગાયા પાંચ પરમાત્માનાં સાનિધ્યનું સ્વરૂપ લઇ રજુ થઇ. “જિ”સ્વરૂપમાં વ્યાપ્ત થઇ. “ચઉવિસં” સાથે “પિ” શબ્દ જોડાઇ ગયો. જે ૧૭૦ પરમાત્માનાં સાનિધ્યનો આનંદ આપવા લાગ્યો. છઠ્ઠીગાયામાં કીર્તન આગળ વધ્યું. નામની સાથે પરિણામ પ્રગટ થઇ ગયું. આ ગાથામાં નામ, પ્રણામ અને પરિણામની એકતા છે. આમાં કીર્તન દ્વારા પરમાત્મા નો પરિચય આપવામાં આવ્યો છે. આ શબ્દો પરમાત્માના વાચક છે. ગાયાની શરૂઆતમાં રજુ થયેલ ત્રણેય શબ્દો પરમતત્વનાં સાનિધ્યના સાક્ષી છે. આ શબ્દો છે. “કિતિય-વંદિય-મહિયા”. કેટલીક જગ્યાએ “મહિઆ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એને ખોટુ ન સમજતા બન્ને શબ્દો સાચા છે. આ કથન ભકત દ્વારા પરમાત્મા પ્રત્યે કરવામાં આવેલું કથન છે. હે પ્રભુ! તમે મારા દ્વારા કિર્તિત છો, વંદિત છો, પૂજિત છો. હે પરમાત્મા! ભલે તમારે આ કીર્તન, વંદન અને પૂજનની આવશ્યકતા નથી પણ મારા માટે એ આવશ્યક છે. આ પ્રક્રિયા ત્રિક સિવાય મારો મોક્ષ નથી. આ રીતે સંબોધનમય સંવાદ શરૂ થઇગયો. કિર્તીતનો અર્થ કેટલાક લોકો પ્રશંસનીય અને કીર્તનીય એમ કરે છે. “કિરિય” શબ્દ પ્રશંસા અર્થે નથી. કીર્તનીય અર્થાત કીર્તન યોગ્ય એવો પણ અર્થ બરાબર નથી. અહીં તો તમે કીર્તીત છો. જેનું કીર્તન થઇ ચૂક્યું છે, જે પણ કીર્તન કરે એ સહુથી તમે કીર્તિત છો, હું લોગસ્સ બોલુ ત્યારે મારા દ્વારા“કિરિય”, કીર્તિત તમે એવો અર્થ થાય છે. લોગસ્સ બોલવા વાળાઓ તરફથી આ પરમાત્મા પ્રતિ અગાધ [ 104 ]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy