SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તેઓ દેખાતા નથી છતાં તેમને મેળવી લેવાની તમન્ના થાય છે. મેળવી લેવાની તમન્નમાં એમને સાદ પાડીને બોલાવવામાં આવે છે. આવી રીતે પરમાત્માને પ્રેમ ભર્યું આમંત્રણ છે કીર્તન. કીર્તનનાં બે સ્વરૂપ છે. એક છે ભાવનાસભર હદયથી કરવામાં આવતું નિ:શબ્દ સ્તવન, કીર્તનની આ વ્યાખ્યા સર્વોચ્ચ અને અંતિમ છે, તાલબધ્ધરટણ એ કીર્તનનું બીજુ સ્વરૂપ છે. શબ્દોનું સામંજસ્ય થાય છે, સ્વરની મધુરતા અને શબ્દોનું સાહચર્ય હોય છે. ભકિતનું ઐશ્વર્ય, શબ્દોનું સૌદર્ય, સ્વાભાવિક માધુર્યનું સમીકરણ એટલે જકીર્તન. કીર્તન પૂર્વે પરમાત્માનાં મિલનની સંવેદના જાગે છે. આ સંવેદના ભૂતકાળ છે. ' કીર્તન વર્તમાન છે અને સમાધિભાવ ભવિષ્ય છે. આ ગાથાની શરૂઆત કીર્તન છે, અને ગાથાની પૂર્ણાહુતી સમાધિ છે. આ એક એવી ગાથા છે જે કીર્તનથી સમાધિ સુધીનો એક માર્ગ પ્રસ્તુત કરે છે. આજે સૌથી વધારે અભાવ માર્ગનો છે. માર્ગ ન મળવાને કારણે ધર્મનું સંપ્રદાયકરણ થઇ ગયું છે. સહુ પોત પોતાના મત, પંથ અને સંપ્રદાયનો આગ્રહ રાખે છે. પૂજ્ય ચિદાનંદજી મહારાજ કહે છે “મારગ સાચા કૌન બતાવે..? જાકો જાય પૂછીએ તે તો સઉ અપની અપની ગાવે..મારગ..” અહીં માત્ર બે કડીઓમાં જ પૂરી રજુઆત થઇ ગઇ છે. બસ ચાલવાની જ રાહ જોવાય છે. આ તો યાત્રા છે. આપણી ચેતનાનો એ પૂર્ણ ચેતનામાં પ્રવેશ અર્થાત કીર્તન. પ્રથમ પ્રવેશ પછી પરિણમન અને અંતે પૂર્ણતાનું પૂર્ણ સ્વરૂપે પ્રગટવું. એક બંધનાતીત અપૂર્વ તત્ત્વની પ્રત્યક્ષીકરણની અભૂત પ્રક્રિયા. સમગ્રતાનો પ્રત્યક્ષ પરિચય. પરમતત્વનો અગમ્ય અનુભવ. કીર્તનમાં અનંતની પ્રતીક્ષા છે. અસ્તિત્વનો અહેસાસ છે, મિલનનાં અનુભવનો વિશ્વાસ છે. જો કીર્તનમાં એ (પ્રભુ) ન મળવાના હોય તો કીર્તન શા માટે કરવામાં આવે? કીર્તનમાં સ્મરણ છે, રટણ છે, આહ્વાન છે. મધુર મુલાકાતની સફળતાનો વિશ્વાસ છે. કીર્તન પોકારનું એક રૂપ છે. પોકાર આકારની હોય છે. લોગસ્સ સૂત્ર આકારથી નિરાકારની યાત્રા છે. પોતાની નિરાકાર સ્થિતિની ગાયા છે. અરિહંતના આકારની અને સિધ્ધના નિરાકારની વાસ્તવિકતાના આમાં દર્શન છે. પોતાના સિધ્ધત્વનું આમા કથન અને સ્પર્શન છે. લોગસ્સ સૂત્રમાં કીર્તન શબ્દનો પ્રયોગબે વાર કરવામાં આવ્યો છે. પહેલો શબ્દ ભકતની ઓળખાણ છે અને બીજો શબ્દ ભગવતસત્તાની ઓળખાણ છે. પહેલી ગાયામાં સાધક “કિન્નઇમ્સ”શબ્દથી કીર્તન કરીશની જાહેરાત કરે છે. પ્રતિજ્ઞા કરે છે. નિર્ણય અને નિશ્ચય કરે છે. સ્વને પ્રગટ કરે છે, આ કથન ભવિષ્ય વાણીનું કથન છે. આમાં કોઇ ચોક્કસ સમય નથી કહેવામાં આવ્યો, કે કીર્તન ક્યારે કરીશ? આ કયન ગૌતમસ્વામીની વિરહ અવસ્થાનું છે. હવે તો પ્રભુ નથી રહ્યા એમનું [ 103]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy